શોધખોળ કરો
હાલમાં જ લગ્ન કરનાર આ એક્ટ્રેસે પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસે કરી ધરપકડ
પોલીસે જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામમાં બની હતી જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

પણજી: બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિ સેમ બૉમ્બે વિરુદ્ધ મારપીટ અને ડરાવવા -ધમકાવવાની ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે સેમ બોમ્બેની ધરપકડ કરી લીધી છે. પૂનમે હાલમાં જ સેમ સાથે લગ્ન કર્યા છે. જેની તસવીર પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામમાં બની હતી જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
કેનાકોના પોલીસ સ્ટેશનના નિરીક્ષક તુકારામ ચૌહાણે કહ્યું કે, “પાંડે સોમવારે મોટી રાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ સેમ બૉમ્બે તેની સાથે મારપીટ કરી હતી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે.”View this post on Instagram
લગ્નના બંધનમાં બંધાયા બાદ પૂનમ અને સેમે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરીને ગૂડ ન્યૂઝ આપ્યા હતા. પૂનમ અને સેમ બન્ને ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક બીજાને ફોલો કરે છે. જણાવીએ કે, સેમ જ પૂનના બોલ્ડ વીડિયો અને ફોટોશૂટ કરે છે. જણાવીએ કે, પૂનમ પાંડેએ 2013માં આવેલી ફિલ્મ નશાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી છે.View this post on Instagram
વધુ વાંચો




















