જણાવી દઈએ કે, પ્રિયંકા સલમાન સાથે અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં લીડ રોલમાં જોવા મળશે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં હશે.
2/5
નિકના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને સાથે રહેવાનું વિચારી રહ્યા છે. નિક પણ પ્રિયંકાની મૉમને મળીને પ્રિયંકાના પરિવારની નજીક આવવા માગે છે. જોતે આ પહેલા પ્રિયંકાની માતા મધુ ચોપરાએ કહ્યું હતું કે, તે પ્રિયંકા કોઈ વિદેશી સાથે રિલેશનશીપમાં હોય તે અંગે વિચારી પણ નથી શકતી. મધુના મતે, રિલેશનશીપમાં હોવા માટે બે લોકોનું કલ્ચર સરખું હોય તે જરૂરી છે. હવે જોવાનું એ રહેશે પ્રિયંકાની માતા આ રિલેશનશીપને સ્વીકારે છે કે નહિ.
3/5
હાલમાં પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા અને નિક એકબીજાને લઈને સીરિયસ હોવાનું પણ જાણવા મળ્યું છે. બંને પોતાની રિલેશનશીપને આગળ વધારવા માગે છે.
4/5
25 વર્ષનો અમેરિકી સિંગર નિક પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે. બંનેએ 2017માં પ્રથમવાર ‘મેટ ગાલા’ ઈવેન્ટમાં સાથે એન્ટ્રી કરી હતી. ત્યારથી જ બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
5/5
મુંબઈઃ પ્રિયંકા ચોપરા મોડી રાત્રે મુંબઈ આવી. જોકે આ વખતે તેનું અમેરિકાથી આવવું ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે તેની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ સિંગર અને એક્ટર નિક જોનાસ પણ આવ્યો છે. કહેવાય છે કે પ્રિયંકા હવે તેને તેની માતાને મળાવશે.