અહેવાલ અનુસાર 29 નવેમ્બરે મેહંદી અને સંગીત સેરેમની થશે. ત્યાર બાદ 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી હશે. 1 ડિસેમ્બરે પ્રિયંકાની હલ્દીની વીધિ હશે અને બીજા દિવસે લગ્ન હશે. મીડિયા અહેવાલ અનુસાર લગ્ન બાદ પ્રિયંકા મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી શકે છે. જોકે હજુ સુધી તેની તારીખ અને વેન્યૂ નક્કી થયા નથી. જણાવીએ કે, નિક જોનસ ગુરુવારે દિલ્હી પહોંચ્યો હતો. પ્રિયંકાએ તેનું સ્વાગત કરતાં એક રોમેન્ટિક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/4
આ પહેલા ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરાએ પોતાની બ્રાઈડલ શાવર રાખ્યું હતું. ત્યાર બાદ તેણે બેચલર પાર્ટી પણ આપી હતી. હવે 2 ડિસેમ્બરે તે નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
3/4
અત્યાર સુધી અહેવાલ હતા કે નિક અને પ્રિયંકાના લગ્નની ઉજવણી ઉમ્મેદ ભવનમાં 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. હવે તેના લગ્નની તારીખ સામે આવી ગઈ છે. એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર પ્રિયંકા અને નિક જોધપુરમાં 2 ડિસેમ્બરે લગ્ન કરશે.
4/4
મુંબઈઃ પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કરવા માટે તેનો ફિયાન્સ અને અમેરિકન ગાયક નિક જોનસ ભારત આવી ગયો છે. ગુરુવારે નિક ન્યૂયોર્કથી દિલ્હી આવ્યો હતો. પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં યોજાશે. પ્રિયંકા અને નિકે પોતાના લગ્નનું વેન્યૂ જોધપુરના શાહી ઉમ્મેદ ભવન પેલેસ પર પસંદગી ઉતારી છે.