બ્રાઇડલ શાવર પાર્ટી બાદ તેણે બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી હતી. જેના અનેક ફોટા તેણે શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાની બેચલર પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ બેચલર પાર્ટી શરૂ થતા પહેલા એક ખાસ તસવીર શેર કરી હતી. આ તસવીરને તેણે bachelorette vibes નામ આપ્યું હતું.
2/8
જાણકારી મુજબ 30 નવેમ્બરે પ્રિયંકાનો લગ્ન સમારોહ રાજસ્થાનના જોધપુરમાં ઉમેદ ભવનમાં યોજાશે. જોકે, પ્રિયંકા અને નિક વતી તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
3/8
ભારતમાં સગાઈ બાદ પ્રિયંકાએ મંગેતર સાથે આ તસવીર પોસ્ટ કરી હતી.
4/8
પ્રિયંકા ચોપરા તેના મંગેતર સાથે.
5/8
થોડા દિવસો પહેલા યોજાયેલી બ્રાઇડલ શાવર પાર્ટીમાં પ્રિયંકાએ ખૂબ આનંદ કર્યો હતો.
6/8
મીડિયા રિપોર્ટ્સ મુજબ નિક અને પ્રિયંકા એક નહીં પરંતુ બે વખત લગ્ન કરશે. એક વખત હિન્દુ વિધિથી અને બીજી વખત ખ્રિસ્તી પરંપરા મુજબ લગ્ન થશે. બંને પરિવારો એકબીજાની ધાર્મિક આસ્થાનું સન્માન કરવા માંગતા હોવાથી બે વખત લગ્ન વિધિ કરવામાં આવશે.
7/8
આ તસવીરો પર પ્રિયંકાની સાસુએ સ્પેશલ કમેન્ટ પણ કરી છે. પાર્ટીનું ડેકોરેશન પિંક બલૂનથી કરવામાં આવ્યું હતું. ગેસ્ટ માટે ખાસ પકવાન પીરસવામાં આવ્યા હતા.
8/8
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ચાલુ વર્ષના અંત સુધીમાં વિદેશી મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરી શકે છે. લગ્ન પહેલા તે દરેક ક્ષણને માણી રહી છે. ગત દિવસોમાં તેણે તેના મિત્રો માટે બ્રાઇડલ શાવર પાર્ટી રાખી હતી.