શોધખોળ કરો
Advertisement
લાઈવ ચેટ કરતી હતી પ્રિયંકા ચોપડા, પતિ નિકે કરી દીધી એવી હરકત કે ગુસ્સે થઈ ગઈ અભિનેત્રી
પ્રિયંકા ચોપડાનું આ એક્સપ્રેશનસ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ દેસી ગર્લના આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ અભિનેત્રી અને ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા જોનાસ હાલ પતિ નિક જોનાસના ઘરે લોકડાઉન એન્જોય કરી રહી છે. પ્રિયંકા અને નિકની કેમિસ્ટ્રી તથા રોમાંસની ચર્ચા દરરોજ સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. પરંતુ હાલ પ્રિયંકા ચોપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પતિ નિક જોનાસની હરકતથી ગુસ્સે થતી જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપડાનું આ એક્સપ્રેશનસ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ દેસી ગર્લના આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાઇવ કર્યુ હતું. તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ મહામારી પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે.
તેના લાઈવ દરમિયાન તેનો પાલતુ કૂતરો અને નિક જોનાસ મસ્તી કરે છે અને જોરથી વાસણ પડવાનો અવાજ આવે છે. જે બાદ પ્રિયંકા ચોપડાનું રિએક્શન જોવા લાયક છે. આ દરમિયાન પ્રિયંકા થોડીવાર માટે ચૂપ થઈ ગઈ હતી.
વીડિયો વાયરલ થયા બાદ ફેન્સે કહ્યું કે, પ્રિયંકા ચોપડા આ હરકતના કારણે નિક જોનાસ પર લગ્ન બાદ પ્રથમ વખત ગુસ્સે થઈ હતી. આ વીડિયો પર ફેન્સ અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડાના લોસ એન્જલિસના બાળકોની મદદ કરવાની કરવાની જાહેરાત કરી હતી. તેણે બાળકોને અભ્યાસ માટે હેડફોન આપવાની વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement