શોધખોળ કરો
Advertisement
'અનફિનિશ્ડ': 'બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટનાએ મને તોડી નાખી હતી, આ રીતે કરતી હતી દિવસો પસાર’
પ્રિયંકા ચોપડાએ તેમની ‘અનફિનિશ્ડ’ બુકમાં પિતા અશોક ચોપડાના નિધન ઘટનાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, આ ઘટનાથી તે ઊંડા આઘાતમાં સરી ગઇ હતી.
બોલિવૂડ: પ્રિયંકા ચોપડા હાલ તેની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ના કારણે ચર્ચામાં છે. આ બુકમાં પ્રિયંકા ચોપડાએ તેમની પર્સનલ અને પ્રોફેશન બંને લાઇફની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. ‘અનફિનિશ્ડ’માં પીસીએ તેમની જિંદગીના ઉતાર ચઢાવની વાત કરી છે.
પ્રિયંકા ચોપડાએ બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટના વિશે વાત કરતા લખ્યું છે કે, આ સમય ખૂબ જ ખરાબ હતો. હું ખૂબ જ ઊંડા આઘાતમાં સરી પડી હતી.
પિતાના નિધનનો આઘાત
પ્રિયંકાએ તેમની પુસ્તક ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે, “2016માં જ્યારે તે ન્યૂયોર્કના શો ‘ક્વાન્ટીકો’ની શૂટિંગ માટે ગઇ તો આ સમય મારી જિંદગી ખૂબ જ ખરાબ દૌરમાંથી પસાર થઇ રહી છે. આ સમયે તે બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટનાથી તૂટી ગઇ હતી”. તેમણે લખ્યું હતું કે, “આ બધામાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગ્યો હતો.
માત્ર શૂટ માટે જતી હતી બહાર
પ્રિયંકા ચોપડાએ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે, “તે સમયે માત્ર શૂટ માટે જ બહાર નીકળતી હતી. માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, રાત્રે ઊંઘી પણ ન હતી શકતી”.
એકલતા અને ઉદાસીનતા મહેસૂસ કરતી હતી. ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે. “ હું ખૂબ જ અશાંતિ અનુભવતી હતી. ખુદને બધાથી અલગ કરી દીધી હતી. કોઇ ન હતું સમજી શકતું કે, મારી અંદર શું ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે. તે સમયે હું મારી મા મધુ ચોપડા પર પણ વિશ્વાસ ન હતી કરતી“
પ્રિયંકાના આ કર્યા કેટલાક ખુલાસા
પ્રિયંકાએ . ‘અનફિનિશ્ડ’માં કેટલાક એવા ખુલાસા કર્યાં છે. જે વાંચ્યા બાદ તેમના ફેન્સ ખૂબ જ દંગ કરી ગયા છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, શૂટિંગ સમયે ડાયરેક્ટરે શું માંગણી કરી હતી. કેટલાક ચોંકાવનારા કિસ્સા તેમણે વર્ણવ્યા છે. જો કે હાલ તેના સંઘર્ષના દિવસો પૂરા થઇ ગયા છે. પીસીએ બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion