શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસ ફિલ્મોમાં નફામાં ભાગ લેનારી પ્રથમ મહિલા બનશે......
1/4

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીની બુક My Little Epiphanies પર આધારિત છે. આયશા સીવિયર કમ્બાઈન્ડ ઈમ્યૂન ડેફિસિઅન્સી જેવી બીમારી સાથે વર્ષ 1996માં દિલ્હીમાં જન્મી હતી. સમયની સાથે સંપૂર્ણપણે પથારીવશ થઈ જનારી આયશાએ પોતાના જીવનના પડકારોને એક પુસ્તકનું રુપ આપ્યું. 18 વર્ષની ઉંમરમાં 24 જાન્યુઆરી 2015ના રોજ આયશાએ અંતિમ શ્વાસ લીધા.
2/4

જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ સુધી શૂટિંગ માટે પ્રિયંકાની તારીખો પણ નક્કી થઈ નથી. ઉપરાંત ફિલ્મના નફામાં કેટલો ભાગ રહેશે તે પણ નક્કી કરવામાં આવ્યું નથી. જો આ ડીલ થશે તો સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર સિવાય પ્રિયંકા ચોપરા ફિલ્મના બિઝનેસના પ્રોફિટમાંથી શેર લેનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ બની જશે.
Published at : 16 Jul 2018 07:21 AM (IST)
View More





















