Pushpa: ફિલ્મ 'પુષ્પા'ને થિએટરો અને ઓટીટી બાદ હવે અહીં જોઇ શકાશે ફ્રીમાં, જાણો ક્યારે ને ક્યાં થશે ફ્રી સ્ટ્રીમ..........
સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન (Allu Arjun) અભિનિત ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa: The Rise) ગયા 17 ડિસેમ્બર, 2021 ના સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.
મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન (Allu Arjun) અભિનિત ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa: The Rise) ગયા 17 ડિસેમ્બર, 2021 ના સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ફેન્સને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની એક્ટિંગ અને ગીતોએ દર્શકોને ખુબ આકર્ષિત કર્યા છે.
150 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 313 કરોડ રૂપિયાનુ બૉક્સ ઓફિસ કલેક્શન કરી લીધુ છે. એટલુ જ નહીં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર પણ રિલીઝ કરવામાં આવી હતી.
વળી, હવે ફેન્સ માટે આ ફિલ્મને લઇને એક મોટી ખુશખબરી સામે આવી છે. બહુ જલ્દી આ ફિલ્મને મફતમાં એકદમ આસાનીથી જોઇ શકાશે. આ ફિલ્મ 14 ઓગસ્ટને ગૉલ્ડમાઇન્સની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રાત્રે 8 વાગે સ્ટ્રીમ થશે. જેનો દર્શકો બિલકુલ ફ્રીમાં લાભ ઉઠાવી શકશે. આ વાતની જાણકારી ગૉલ્ડમાઇન્સે પોતાની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર આ ફિલ્મનો ઇન્ટ્રો વીડિયો શેર કરીને આપી છે. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં અલ્લૂ અર્જૂન ઉપરાંત રશ્મિકા મંદાના અને સામંથા રૂથ પ્રભુ પણ પોતાના લીડ રૉલમાં છે.
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ