પાંચ વર્ષના ફિલ્મી કરિયરમાં આલિયાએ 10 ફિલ્મો કરી છે જેમાંથી 9 ફિલ્મો હિટ રહી. હવે આલિયા મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બનેલી ‘રાઝી’માં જોવા મળી છે. ‘રાઝી’ એક મહિલા પ્રધાન ફિલ્મ છે જેની ફક્ત એક લાઈન સાંભળીને આલિયાએ રોલ માટે હા પાડી હતી. આલિયાની ઓળખ ચૂલબુલી અભિનેત્રી તરીકે હતી પરંતુ ‘રાઝી’ જોયા બાદ આ ભ્રમ તૂટી જાય છે.
2/4
આટલું જ નહીં આલિયાએ કહ્યું કે, “જ્યારે પણ હું કેમેરા સામે નર્વસ થઈ જાઉં છું તો ફોર્મમાં આવવામાં સમય લાગે છે. ‘રાઝી’માં આલિયા સહમત નામની એક કાશ્મીરી છોકરીની ભૂમિકામાં છે, જેના લગ્ન પાકિસ્તાની સેના અધિકારી (વિક્કી કૌશલ) સાથે થાય છે. ભારતથી પાકિસ્તાન આલિયા દુલ્હન બનીને જાય છે. પરંતુ તેનો ઈરાદો જાસૂસીનો હોય છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. હરિંદર સિક્કાની નોવેલ ‘કોલિંગ સહમત’માં આ કિસ્સાનો ઉલ્લેખ છે.
3/4
આલિયા ભટ્ટે પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે, એટલે આલિયાને નેશનલ અવોર્ડની હકદાર ગણી શકાય. આલિયાએ એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નાની હતી ત્યાપે ગોવિંદા, કરીશ્મા કપૂર અને શાહરૂખ ખાનની એક્ટિંગની ફેન હતી. આ ત્રણેય કલાકારોની ફિલ્મો જોવા માટે આલિયા સ્કૂલ બંક કરતી હતી.
4/4
મુંબઈઃ બોલિવૂડની ક્યૂટ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું ડાયરેક્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મને રિવ્યૂ પણ સારા મળી રહ્યા છે. ક્રિકિક્સની નજરોમાં ફિલ્મ દરેક માનપદંડ પર ખરી ઉતરી છે. આ ફિલ્મ જોયા બાદ સૌથી સારો અભિપ્રાય એ આવ્યો છે કે રાઝી બોલિવૂડની સર્વશ્રેષ્ઠ સ્પાઈ થ્રિલર ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ માટે આલિયાની ચર્ચા બધી બાજુ થઈ રહી છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે આ દમદાર એક્ટિંગ તેણે કેટલાક એક્ટર્સને જોઈને શીખી છે.