રાધે મા વર્ષ 2015માં વિવાદમાં આવી હતી જ્યારે તેમના પર એક મોડલે ધર્મની આડમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, રાધે માએ તેમના ઘરના લોકોને દહેજ માટે ભડકાવ્યા હતા.
3/8
4/8
5/8
6/8
ઉલ્લેખનીય છે કે વિવાદિત રાધેમાનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક શીખ પરિવારમાં થયો છે. 17 વર્ષની ઉંમરમાં રાધે માના લગ્ન મોહનસિંહ સાથે થઇ હતી પરંતુ ચાર વર્ષ બાદ તેને અને તેના બે બાળકોના પતિને છોડીને ભાગી ગયો હતો. પરંતુ થોડા જ સમયમાં તેમણે આધ્યાત્મિક જીવન અપનાવી લીધું અને મુંબઇ આવી ગયાં. જો કે હજુ સુધી તે જાણવા નથી મળ્યું કે રાધેમાની આ વેબસીરીઝને ક્યારે સ્ટ્રીમ કરવામાં આવશે. રાધે મા પર દેહવ્યાપાર, અશ્લીલ હરકતો જેવા અનેક આરોપો લાગી ચૂક્યા છે.
7/8
આ વેબ સિરિઝમાં તે ભક્તો જોવા મળશે જે દરેક સમયે તેની સાથે રહે છે. વેબ સિરિઝના પ્રોડ્યુસર રમન હાંડા છે. તેમાં રાધેમાનો અર્થ પણ જણાવવામાં આવ્યો છે. શૉનું શૂટિંગ રાધે માના ભવ્ય બંગલામાં થયું છે. મીડિયા સૂત્રોના મતે છેલ્લા કેટલાય સમયથી રાધે માના વિવાદ સામે આવ્યા હતા જેથી પોતાની છબિ સુધારવાનો આ પ્રયાસ છે. વેબસીરીઝનું શૂટિંગ રાધેમા બંગલામાં કરવામાં આવ્યું છે.
8/8
મુંબઇઃ પોતાને માતા દુર્ગાનો અવતાર ગણાવતી વિવાદીત ગોડ મધર રાધે મા એક વાર ફરી ચર્ચામાં છે. રાધે મા ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહી છે. રાધે મા વેબસિરિઝ ‘રાહ દે મા’ દ્વારા એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં જ વેબસિરિઝ ‘રાહ દે મા’નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. આ સિરિઝ દ્વારા રાધે માના ભક્તોની સ્ટોરી વ્યક્ત કરવામાં આવશે. આ વેબ સિરિઝમાં રાધે મા પોતાના જ પાત્રમાં જોવા મળશે. આ સીરીઝની ખાસિયત એ છે કે આ મારફતે રાધે મા પોતાના રિયલ ભૂમિકા પ્લે કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેમની ભક્તોની વાર્તા જોવા મળશે.