શોધખોળ કરો
Advertisement
Indian Idol 12: સિંગર સવાઇ ભટ્ટની ગરીબી પર ઉઠ્યા સવાલ, આ તસવીરે ખોલી પોલ
ઇન્ડિયન આઇડલ સિઝન-12ના સિંગર સવાઇ ભટ્ટ હાલ તેમની ગાયકીના કારણે ચર્ચામાં છે પરંતુ તેમની સંઘર્ષ ગાથાને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં છે. એક તસવીરે તેમની આ સંઘર્ષ ગાથાની પોલ ખોલી હોવાનું સામે આવ્યું છે
ટેલિવૂડ:ટીવી પર હાલ Indian Idol 12 સિઝન ચાલી રહી છે. આ શો ખૂબ પોપ્યુલર રિયાલિટી શો છે. હાલ આ શોમાં સૌથી વધુ ચર્ચા રાજસ્થાનના સવાઇ ભટ્ટની થઇ રહી છે. સવાઇ ભટ્ટની શાનદાર ગાયકીએ સૌને તેના મુરીદ બનાવી દીધા છે પરંતુ હાલ આ શોમાં ટીઆરપી માટે ખેલાતા ખેલની પોલ છતી થતાં વિવાદ સર્જાયો છે.
સવાઇની સંઘર્ષ ગાથાને લઇને સર્જયો વિવાદ
સવાઇ ભટ્ટ તેમની સિંગિગ પ્રતિભાના કારણે શોમાં છવાઇ ગયા છે. આ શોમાં તેમની સંઘર્ષ ગાથા પણ દર્શાવવામાં આવી છે. જેમાં જણાવાયું હતું કે, સવાઇ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમણે સિંગર બનવાનું સપનુ પૂર્ણ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ છે. જેના કારણે સવાઇ સંઘર્ષ ગાથા પર સવાલ ઉઠી રહ્યાં છે.
લાઇવ કોન્સર્ટની તસવીર વાયરલ
સવાઇ ભટ્ટની હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. તસવીરમાં તે લાઇવ કોન્સર્ટમાં ગાતા જોવા મળે છે. આ તસવીર પરથી યુઝર્સે તેમની સંઘર્ષ ગાથા પર સવાલ ઉઠાવ્યાં છે. હકીકતમાં સવાઇ ભટ્ટ એટલા પણ ગરીબ નથી, જેટલા શોમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે શો મેકર્સ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સે કરી કમેન્ટસ સોશિયલ મીડિયા પર હવે આ તસવીરોને લઇને યુઝર્સ ટીપ્પણી કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે, “ટીઆરપી માટે સવાઇ ભટ્ટને ગરીબ બનાવી દીધો”. યુઝર્સે લખ્યું કે, “શોમાં સવાઇ ભટ્ટને ટ્રેડિશનલ સિંગર તરીકે રજૂ કરાઇ છે. જો કે તે એક રિયલમાં તે એક પ્રોફેશનલ સિંગર છે”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement