(Source: ECI/ABP News/ABP Majha)
Raj Kundra Case: શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા સાથે શૂટિંગ કર્યાનો આપ્યો પુરાવો, જાહેર કર્યો ફોટો
શર્લિને રાજ કુંદ્રા સહિત અન્ય એક વ્યક્તિ સાથેની તસવીર શેર કરી છે. આશરે અઢી વર્ષ જૂની આ તસવીર છે.
મુંબઈઃ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડાનું પણ નામ સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચે શર્લિનની આઠ કલાક પૂછપરછ કરી હતી. હવે તેણે શર્લિનના નામથી બનેલી એપ માટે રાજ કુંદ્રા સાથે કરેલા શૂટનો પ્રથમ ફોટો જાહેર કર્યો છે.
શર્લિને રાજ કુંદ્રા સહિત અન્ય એક વ્યક્તિ સાથેની તસવીર શેર કરી છે. આશરે અઢી વર્ષ જૂની આ તસવીર છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 29 માર્ચ 2019નો દિવસ હતો. આમ્સપ્રાઈઝ દ્વારા આયોજિત ધ શર્લિન ચોપડા એપનું પહેલું કન્ટેન્ટ શૂટ થવાનું હતું. મારા માટે આ એક નવો અનુભવ હતો. કારણકે હું પહેલા ક્યારેય કોઈ એપ સાથે જોડાઈ નહોતી. આશા અને જોશનો માહોલ હતો.
29 मार्च, 2019 का दिन था।
— Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) August 11, 2021
आर्म्स्प्राइम द्वारा आयोजित 'द शर्लिन चोपड़ा' एैप का पहला कॉन्टेंट शूट होने जा रहा था।
मेरे लिए यह एक नया अनुभव था क्योंकि पहले कभी किसी एैप के साथ मैं जुड़ी नहीं थी।
उम्मीद और जोश का माहौल था। pic.twitter.com/TKZptsvnGe
શર્લિને રાજ કુન્દ્રાના ધંધામાં શિલ્પા શેટ્ટીના સામેલ હોવાની વાત કહી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શર્લિને જણાવ્યું કે, રાજ કુન્દ્રાએ તે કહીને ગુમરાહ કરી કે શિલ્પાને તેના વીડિયો ખુબ પસંદ આવી રહ્યાં છે. શર્લિને કહ્યું- રાજ મારો મેન્ટૉર હતો. તેને મને એ કહીને ગુમરાહ કરી કે જે પણ શૂટ કરી રહી છે તે ગ્લેમર માટે છે. શર્લિને બતાવ્યુ કે રાજ કુન્દ્રાએ તેને કહ્યું હતુ કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયોઝ અને ફોટોઝ ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કેઝ્યૂઅલ છે. દરેક કરે છે તો મને પણ આ કરવામાં કોઇ સમસ્યા ના થવી જોઇએ.
શર્લિને આપી આ મોટી જાણકારી-
શર્લિને આગળ કહ્યું- મને નથી ખબર કે મારે ક્યાંથી શરૂ કરવાનુ છે. મે ક્યારેય ન હતુ વિચાર્યુ કે એક દિવસ આ રીતે સ્કેન્ડલમાં ફસાઇ જઇશ, અને મારે ક્રાઇમ બ્રાન્ચની સામે સ્ટેટમેન્ટ આપવુ પડશે. જ્યારે હું પહેલીવાર રાજ કુન્દ્રાને મળી હતી તો મે વિચાર્યુ હતુ કે મારી આખી જિંદગી બદલાઇ જશે. મને લાગ્યુ હતુ કે મને બ્રેક મળ્યો છે, પરંતુ મે એક ક્યારેય ન હતુ વિચાર્યુ કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસે ખોટી વસ્તુઓ કરાવશે.
ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો હતો કેસ-
ઉલ્લેખનીય છે કે, અશ્લીલ ફિલ્મના શૂટિંગ મામલે ક્રાઇમ બ્રાન્ચે આ વર્ષ ફેબ્રુઆરીમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ કર્યો હતો અને કેસના તપાસ કરી રહી હતી. અશ્લીલ ફિલ્મના શૂટિંગને લઇને કેસ નોંધાયો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુન્દ્રા આ આખા કેસનો માસ્ટર માઇન્ડ હતો. આ કેસમાં અત્યાર સુધી કેટલાય લોકો સાથે પુછપરછ કરવામાં આવી ચૂકી છે.