ફિલ્મનું બજેટ 600 કરોડની આસપાસ છે અને આ રીતે ભારતની સૌથી મોંધી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને હિંદી સાથે તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર, એમી જેક્સન, આદિલ હુસૈન અને સુધાંશૂ પાંડે છે.
2/3
મીડિયા રિપોર્ટ્સ મુજબ રજનીકાંતની 2.0 બાહુબલીને પછાડીને 7500 સ્ક્રીન પર રિલીઝ થશે. ફિલ્મને રિલીઝ પહેલા જ એડવાન્સ બૂકિંગ લગભગ 120 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રિલીઝ પહેલા 100 કરોડનો આંકડો પાર કરનારી તામિલ ફિલ્મ બની ગઈ છે. પ્રભાસની બાહુબલીને 7000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.
3/3
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ' 2.0 ' ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી તેને જોવા માટે ઘણાં ઉત્સુક છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળી રહ્યો છે, ફિલ્મમાં વીએફએક્સનો પણ જોરદાર ઉપયોગ કર્યો છે. આ ફિલ્મ 29 નવેમ્બરના રિલીઝ થશે. ફિલ્મ '2.0 ' એ પ્રભાસની ' બાહુબલી 2 ' નો રેકોર્ડતોડી નાખ્યો છે.