ઉલ્લેખનીય છે કે અંબાલામાં થયેલી સીડબલ્યૂઈ રેસલિંગના કાર્યક્રમ દરમિયાન રાખી સાવંત ઘાયલ થઈ ગઈ હતી. એક પરફોર્મન્સ દરમિયાન વિદેશી રેસલરે રાખીને રિંગમાં પછાડી દીધી હતી. ત્યારે તે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવું પડ્યું હતું. હવે અચાનક લગ્નનું કાર્ડ શેર કરીને ફરી ચર્ચામાં છે.
2/4
રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનું વેડિંગ ઇન્વિટેશન કાર્ડ શેર કર્યું છે. સાથે દિપક કલાલે પણ આ કાર્ડ શેર કર્યું છે. દીપક કલાલ સોશિય મીડિયા પર જાણીતો ચહેરો છે. હાલમાં તે રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’માં પણ નજર આવી રહ્યો છે.
3/4
મુંબઈ: બોલિવૂડમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દિપિકા પાદુકોણ-રણવીર કપૂરના લગ્ન બાદ પ્રિયંકા અને નિકના લગ્નની રસમ શરૂ થઈ ગઈ છે. તેની વચ્ચે કપિલ શર્માએ પણ સોશિયલ મીડિયા પર લગ્નનો કાર્ડ શેર કર્યો છે. ત્યારે હવે કૉન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે પોતાના લગ્નને લઈને જાહેરાત કરી દીધી છે. રાખીએ પોતાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
4/4
રાખી સાવંતે જાહેરાત કરી છે કે સોશિયલ મીડિયા પર ચર્ચિત દીપક કલાલ સાથે આ વર્ષે 31 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. રાખી પોતાના લગ્ન એન્જલિસમાં કરશે.