શોધખોળ કરો
Advertisement
સાઉથ એક્ટ્રેસની સેમી ન્યૂડ તસવીરો વાયરલ, ફેન્સને કરી આ અપીલ
ટ્રોલર્સે તેની આ તસવીરો સાથે ચેડા કરીને તેની સેમી ન્યૂડ તસવીરો બનાવીને વાયરલ કરી દીધી હતી.
મુંબઈ: સાઉથની ફેમસ એક્ટ્રેસ રમ્યા પાન્ડિયન હાલ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે રમ્યાની સેમી ન્યૂડ તસવીરો. વાયરલ થઈ રહેલી ફેક તસવીરો પર રમ્યાએ ફરિયાદ દાખલ કરવાની ચેતવણી આપતા તેને સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે. રમ્યાની ફેક તસવીરો ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
રમ્યાની જે ફેક તસવીરો વાયરલ થઈ તે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. ટ્રોલર્સે તેની આ તસવીરો સાથે ચેડા કરીને તેની સેમી ન્યૂડ તસવીરો બનાવીને વાયરલ કરી દીધી હતી.
રમ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ સાડીમાં કેઝ્યુઅલ તસવીરો શરે કરી હતી. એક રિપોર્ટ અનુસાર વાયરલ તસવીરોમાં રમ્યા વાંધાજનક સ્થિતિમાં છે. આ તસવીરો વિશે એક્ટ્રેસનું કહેવુ છે કે કોઇએ તેનું ફેક આઇડી બનાવી વાંધાજનક તસવીરો શેર કરી છે. રમ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેની તમામ ફેક તસવીરો હટાવવાનું કહ્યું છે અને કેસ કરવાની ચેતવણી આપી છે.
રમ્યાએ પોતાના ફેન્સને વિનંતી કરી કે જો તેઓ સોશિયલ મીડિયા પર તેનું કોઈ ફેક એકાઉન્ટ જોવે તો તાત્કાલિક તેનો સંપર્ક કરે. રમ્યા સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી છે. રમ્યા આ ઉપરાંત ડમ્મી તપ્પસૂ અને જોકરમાં પણ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement