રાણાને બાહુબલી સીરીઝથી ખૂબ મોટી ઓળખ મળી. તે આ સીરીઝમાં ભલ્લાલદેવના પાત્રમાં દેખાયો. રાણાનો આ નેગેટિવ રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.
2/4
જણાવી દઈએ કે, રાણા અત્યંત લોકપ્રિય તેલૂગુ એક્ટર-નિર્માતા નંદમુરી તારક રામારાવની બાયોપિકમાં જોવા મળશે. બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા. તેમને NTRના નામે પણ ઓળખવામાં આવે છે. રાણા આ ફિલ્મમાં NTRના જમાઈ અને વર્તમાનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂના પાત્રમાં જોવા મળી શકે છે.
3/4
રાણાએ ટ્વીટ કરતા લખ્યું કે, મેં મારી હેલ્થ વિશે ઘણી વિચિત્ર વાતો સાંભળી. હું સ્વસ્થ છું ફ્રેન્ડ્ઝ. બસ થોડી BP સંબંધિત સમસ્યાઓ છે. ચિંતા અને પ્રેમ માટે ધન્યવાદ પણ અટકળો ન લગાવો. આ મારી હેલ્થ છે, તમારી નહીં.
4/4
મુંબઈ: બાહુબલીમાં વિલનના પાત્રમાં દેખાયેલો રાણા દગ્ગુબાતીએ કહ્યું કે, તે બ્લડ પ્રેશરથી પીડિત છે અને ખૂબ જલ્દી ઠીક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાણાએ આ પોસ્ટ એવી અફવાઓના ખંડનના સમર્થનમાં કરી છે જેમાં કહેવાઈ રહ્યું હતું કે, તેને કિડનીની જરૂર છે.