Ranbir Kapoor : ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂર, પોતાના સિક્રેટ એકાઉન્ટનો કર્યો ખુલાસો
Ranbir Kapoor on Instagram: રણબીર કપૂરે તાજેતરમાં જ ઉલ્લેખ કર્યો છે કે તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.
Ranbir Kapoor : હાલના દિવસોમાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'શમશેરા' અને 'બ્રહ્માસ્ત્ર'માં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર હાજર હોવાને લઈને આવો ખુલાસો કર્યો છે, જેના કારણે તે ઘણી ચર્ચામાં છે.
ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂર
રણબીર કપૂર વિશે આપણે બધા જાણીએ છીએ કે તે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર નથી. જોકે, હવે તેણે કહ્યું છે કે તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. હાલમાં જ એક ફોટો શેરિંગ વેબસાઈટ સાથેની વાતચીતમાં તેણે આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે અપડેટ રહેવા માટે એક સિક્રેટ એકાઉન્ટ સાથે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે, જેમાં તેની એક પણ પોસ્ટ અને ફોલોઅર્સ નથી. વધુમાં તેણે એમ પણ કહ્યું કે તે ભવિષ્યમાં આ એકાઉન્ટને સાર્વજનિક કરી શકે છે, પરંતુ હાલમાં તેનો એવો કોઈ ઈરાદો નથી.
જલ્દી જ મોટા પડદા પર ધૂમ મચાવશે રણબીર
તાજેતરમાં જ રણબીર કપૂરની બંને અપકમિંગ ફિલ્મો શમશેરા (Shamshera) અને બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું ટ્રેલર સામે આવ્યું છે, જેણે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. અને હવે તે આ બંને ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, 'શમશેરા' 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, અને બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. માનવામાં આવે છે કે રણબીર આ બંને ફિલ્મોથી મોટા પડદા પર ધૂમ મચાવી દેશે.
માતા-પિતા બનશે આલિયા-રણબીર
આલિયા અને રણબીર કપૂર જલ્દી જ માતા-પિતા બનશે. આ ખુશ ખબરી આલિયાએ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. સોમવારે આલિયાએ તેના સોનોગ્રાફી સેશનમાંથી પોતાની અને રણબીરની એક તસવીર શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ફોટો શેર કરતાં આલિયાએ લખ્યું, 'અમારું બાળક... ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ ફોટામાં ખુશ આલિયા સોનોગ્રાફી મોનિટર તરફ જોતી જોવા મળી રહી છે. આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા પહેલા આલિયા અને રણબીર પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.