સોશયલ મીડિયમાં વાતો ચાલી રહી છે કે સર્કિટના રોલમાં અરશદ વાર્સી સિવાય અન્ય કોઈ એક્ટરને ફેન પસંદ નહી કરે, પરંતુ રણબીરે જે રીતે સંજૂમાં એક્ટિંગ કરીને સૌને ચોંકાવી દિધા છે. એવામાં ફેન્સ સર્કિટના રોલમાં રણબીરને જોવા માટે ઉત્સુક છે.
2/3
રિપોર્ટ્સની જાણકારી મુજબ રાજકુમાર હિરાનીએ રણબીરને સંજય દત્ત સાથે કાસ્ટ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ફિલ્મફેયરની રિપોર્ટ્સ મુજબ રણબીર મુન્નાભાઈ એમબીબીએસ 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સંજય દત્તના મિત્ર સર્કિટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મુન્નાની સાથે સર્કિટના રોલને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રોલમાં રણબીર કપૂર જોવા મળશે.
3/3
મુંબઈ: સંજૂ ફિલ્મની સફળતા બાદ રણબીર કપૂરને વધુ એક નવો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. સંજૂ ફિલ્મે રણબીર કપૂરને બોલિવુડનો સક્સેસફૂલ એક્ટર બનાવી દિધો છે. તેના કારણે જ રાજકુમાર હિરાની રણબીર સાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરવા ઈચ્છે છે.