શોધખોળ કરો
Advertisement
'તેરી મેરી કહાની' હિટ થયા બાદ હિમેશ રેશમિયાએ રાનુ મંડલ સાથે વધુ એક ગીત રેકોર્ડ કર્યું, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર યૂઝર્સ હિમેશના વખાણ પણ કરી રહ્યા છે. 'તેરી મેરી કહાની ને સારો રિસ્પોન્સ મળતા હિમેશે રાનૂ પાસે વધુ એક ગીત રેકોર્ડ કરાવ્યુ છે
મુંબઈ: બોલીવૂડ સિંગર હિમેશ રેશમમિયાએ પશ્ચિમ બંગાળની ઈન્ટરનેટ સેંસેશન રાનુ મંડલ સાથે વધુ એક ગીત રેકોર્ડ કર્યું છે. હિમેશ રેશમિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા તેની જાણકારી આપી હતી.
હિમેશ રેશમિયાએ રાનુ મંડલ પાસે પોતાની અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' માટે નવુ ગીત રેકોર્ડ કરાવ્યું છે. હિમેશે લખ્યું, 'તેરી મેરી કહાની બ્લોકબસ્ટર હિટ થયા બાદ ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' આદત ટ્રેક માટે રાનુ મંડલે પોતાનો અવાજ આપ્યો છે. તમારા પ્રેમ અને સહયોગ માટે આભાર.'
સોશિયલ મીડિયા પર યૂઝર્સ હિમેશના વખાણ પણ કરી રહ્યા છે. 'તેરી મેરી કહાની ને સારો રિસ્પોન્સ મળતા હિમેશે રાનૂ પાસે વધુ એક ગીત રેકોર્ડ કરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, રાનૂ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને પેનિક એટેકની પીડિત છે. રાનૂ પોતાના ઘરેથી નીકળીને પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના રાણાઘાટ સ્ટેશન પર પહોંચી ગઇ હતી. સ્ટેશન પર તે ગીત ગાઈ રહી હતી તે સમયે મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion