સિમ્બા, વર્લ્ડવાઇડ ટોટલ કમાણીના મામલે પણ ટોપ 6 ફિલ્મોમાં સામેલ થઇ ચૂકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મામલામાં સિમ્બાની આગળ રણવીર કપૂરની સંજૂ , દીપિકા પાદુકોણ રણવીર સિંહની પદ્માવત, સલમાન ખાનની રેસ-3 , આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન , ટાઇગર શ્રોફની બાગી-2 પછી આવે છે. જો કે, સિમ્બા બીજા અઠવાડિયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
2/6
સિમ્બાની સાથે સારા અલી ખાનનું નામ પણ રેકોર્ડ બુકમાં નોંધાયું છે. તેમણે પોતાના કરિયરની બીજી ફિલ્મની સાથે 100ના ક્લબમાં સામેલ હોવાનો રેકોર્ડ બનાવી લીધો છે. સારાની ડેબ્યૂ ફિલ્મ પણ ડિસેમ્બર 2018માં પણ રિલીઝ થઇ હતી. જો કે, ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો નહોતો.
3/6
સિમ્બામાં પોલીસ કોપની ભૂમિકામાં નજર પડેલા રણવીર સિંહે પણ એક દિલસ્પર્શ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિમ્બા તેમની ચોથી ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધારેની કમાણી કરી છે. રેકોર્ડ બુકમાં 2018માં રિલીઝ થયેલી રણવીરની પદ્માવત પણ સામેલ છે.
4/6
સિમ્બા, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આઠમી ફિલ્મ છે જેણે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે સિમ્બા કમાણીના મામલે રોહિતની બીજી સક્સેસ ફિલ્મોની રેસમાં છે. રોહિતની સિંઘમ, ચેન્નાઇ એક્સપ્રેસ, બોલ બચ્ચન જેવી ફિલ્મોએ પણ 100 કરોડથી વધારેની કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે.
5/6
ફિલ્મ સિમ્બા એવી ભારતીય ફિલ્મ છે, જેણે અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયામાં 1 મિલિયન ડોલરથી વધારેની કમાણી કરી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અમેરિકા, કેનેડા, યૂએઇ, બીજા દેશોમાં ફિલ્મ આશરે 55.06 કરોડથી વધારે કમાણી કરી ચૂકી છે.
6/6
મુંબઈ: રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાએ ભારતમાં 139 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. વિદેશોમાં પણ આ ફિલ્મે પ્રથમ પાંચ દિવસમાં 50 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.