શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી અને અમિત શાહને અપશબ્દો કહેવા મોંઘા પડ્યા આ સિંગરને, Twitterએ સસ્પેન્ડ કર્યું એકાઉન્ટ
લગભગ 2.20 મિનિટની આ ક્લિપમાં હાર્ડ કૌર પીએમ મોદી અને અમિત શાહને પડકાર આપ્યો હતો.
નવી દિલ્હીઃ બોલિવૂડ રેપર અને સિંગર હાર્ડ કૌર પોતાની પોસ્ટને લઈને ફરી એક વખત ચર્ચામાં છે. જોકે આ વખતે હાર્ડ કૌરનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેંડ કરવામાં આવ્યું છે. હાર્ડ કૌરે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લઈને અપમાનજક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોતાના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં હાર્ડ કૌર પીએમ મોદી અને અમિત શાહ માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહી હતી. આ પ્રથમ ઘટના નથી જ્યારે સિંગરે નેતાઓ વિરૂદ્ધ અપશબ્દ બોલ્યા હોય.
લગભગ 2.20 મિનિટની આ ક્લિપમાં હાર્ડ કૌર પીએમ મોદી અને અમિત શાહને પડકાર આપ્યો હતો. જોત જોતામાં આ વીડિયો વાઈરલ થયો અને ટ્વિટર પર હાર્ડ કૌર આખો દિવસ ટ્રેન્ડિંગ રહી હતી. આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ હાર્ડ કૌર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ગીતનો પ્રમોશનલ વીડિયો શૅર કર્યો હતો, જેનું ટાઈટલ વી આર વૉરિયર્સ એવું રાખવામાં આવ્યું હતું. આ વીડિયોમાં પણ ખાલિસ્તાની સમર્થકો જોવા મળી રહ્યાં છે.
આ પહેલા પણ હાર્ડ કૌર પોતાની આવી પોસ્ટને કારણે ચર્ચામાં રહી છે. આ પહેલા હાર્ડ કૌર વિરુદ્ધ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને RSSના ચીફ મોહન ભાગવત વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ દેશદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ મામલે આઈપીસીની કલમ 124એ, 153એ, 500 અને 505 અંતર્ગત FIR પણ નોંધવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion