શોધખોળ કરો
રવીના ટંડન, ભારતી સિંહ અને ફરાહ ખાનની થઈ શકે છે ધરપકડ, જાણો શું છે સમગ્ર ઘટના
આ મામલે ભારતી સિંહ અને ફરાહ ખાને સાર્વજનિક રીતે માફી પણ માગી લીઘી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન, ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાન અને હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડની માગ સતત ઉઠી રહી છે. આ ત્રણેય વિરૂદ્ધ છેલ્લા વર્ષે કથિત રીતે ઇસાઈયોની ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે ફરિયાદ કરનાર વ્યક્તિએ મહારાષ્ટ્ર પોલીસને પત્ર લખીને ત્રણેયની ધરપકડની માગ કરી છે.
ફરિયાદી આશિષ શિંદેએ પોતાની માગને લઈને મંગળવારે રાજ્યના ડીજીપીને અરજી કરી છે. સ્થાનીક એનજીઓના પ્રમુખ શિંદેએ વિતેલા વર્ષે બીડ શહેરના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય ફિલ્મી હસ્તિઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (ધાર્મિક લાગણી દુભાવવી)અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
તેણે આરોપ લગાવ્યો હતો કે રવીના ટંડન અન્યયે ક્રિસમની પૂર્વ સંધ્યા પર પ્રસારિત થયેલ પ્રશ્નોતરી કાર્યક્રમ ‘બેકબેન્ચર્સ’માં આક્રમક અંદાજમાં બાઇબલ સંબંધી ભાવ ‘હલ્લેલુજાહ’ પ્રકટ કર્યો હતો.
પોલીસેના એક અધિકારીએ કહ્યું કે, બાદમાં આ કેસ મુંબઈના મલાડ પોલીસ સ્ટેશન મોકલી દેવામં આવ્યો, જે અંતર્ગત આરોપી રહે છે. ડીજીપીને લખેલ પોતાની અરજીમાં શિંદેએ કહ્યું કે, આ મામલે આરોપીઓ વિરૂદ્ધ કોઈ કાર્રવાઈ કરવામાં નથી આવી.
તેમણે લખ્યું, ‘બીડના એસપીને તમામ આરોપીએની ધરપકડના આદેશ આપે.’શિંદેએ કહ્યું, ‘આ મામલો ક્યાં સુધી પહોંચ્યો તેના વિશે બીડના એસી કાર્યાલય અને શિવાજી નગર પોલીસ સ્ટેશને કોઈ જાણકારી નથી આપી. માટે મેં અને ઈસાઈ સમુદાયના લોકોએ ડીજીપીને અરજી કરી છે.’
નોંધનીય છે કે, આ મામલે ભારતી સિંહ અને ફરાહ ખાને સાર્વજનિક રીતે માફી પણ માગી લીઘી હતી. તેને લઈને ફરાહે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે તે કોઈપણ ધર્મ વિશેષના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માગતી. જ્યારે ભારતીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, તે આ શબ્દ વિશેષનો મતલબ જાણતી ન હતી, પરંતુ જો અજાણતા તેણે મજાક ઉડાવી છે તો તે તેના માટે માફી માગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement