રેણુકા શહાણેએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદથી તે ક્યારેય હોટલ રૂમમાં એકલા રહેતા નથી. તેમણે જણાવ્યું કે, આવી ઘટનાઓ ફક્ત ઇન્ડસ્ટ્રીની કોઇ મહિલા સાથે બને એવું નથી તે કોઇની પણ સાથે બની શકે છે.
2/3
હાલમાં રેણુકા શહાણેએ તેમની સાથે બનેલી એક ઘટના શેર કરતાં કહ્યું હતું કે, જ્યારે તે શૂટિંગ માટે બહાર ગઇ હતી ત્યારે 'હોટલનાં રૂમમાં એકલી હતી. તે સમયે એક સર્વિસ બોય મારા માટ જમવાનું લઇને આવ્યો અને પોતાને મારો ફેન કહેવા લાગ્યો, વાત કરતાં કરતાં તેણે જમવાનું ટેબલ પર મુક્યુ અને તે મારી સામે માસ્ટરબેટ કરવા લાગ્યો. તે જોઇને હું ખુબજ ડરી ગઇ હતી અને મે તેને ત્યાંથી નીકળી જવા કહ્યું હતું તેમજ તેની ફરિયાદ હોટલ મેનેજરને કરી હતી.'
3/3
નવી દિલ્હીઃ રેણુકા શહાણે એવી એક્ટ્રેસમાંથી છે જેમણે જાતીય શોષણનો ભોગ બનેલ મહિલાઓનું સમર્થન કરે છે. વિતેલા સપ્તાહે નાના પાટેકર, આલોક નાથ, રજત કપૂર, વિકાસ બહલ, આલોક નાથ જેવા અનેક મોટા નામ #MeTooના નામે વિશ્વની સામે આવ્યા છે. શહાણેએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં આલોક નાથને લઈને નિવેદન આપ્યું છે. એક્ટ્રેસે એવા લોકોને ફટકાર લગાવી છે જે જાતીય શોષણનો ભોગ બનેલ મહિલાઓ પર આંગળી ઉઠાવી રહ્યા છે.