RRR એક્ટરનું 58 વર્ષની ઉંમરમાં નિધન, ત્રણ દિવસ બાદ ઉજવવાના હતા જન્મદિવસ
ટૂંક સમયમાં તેઓ ડિઝની પ્લસ હોટસ્ટારની સીરિઝ Ahsoka માં જોવા મળવાના હતા.
ડિરેક્ટર એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા Ray Stevenson નું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. ત્રણ દિવસ પછી 25 મેના રોજ તેઓ તેમનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા. રિપોર્ટ્સ અનુસાર, Ray Stevenson ની પીઆર એજન્સી ઈન્ડિપેન્ડન્ટ ટેલેન્ટે તેમના નિધનના સમાચારની પુષ્ટી કરી છે. જોકે, તેમણે આ અંગે કોઈ વધુ વિગતો જાહેર કરી નથી.
આરઆરઆરમાં વિલનની ભૂમિકા ભજવી હતી
Ray Stevenson ને હિટ ફિલ્મ RRR માં વિલન સ્કૉટ બક્સટનની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની ભૂમિકા સારી રીતે ભજવી દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા. આરઆરઆર સિવાય તેમણે માર્વેલની ફિલ્મ 'થોર'માં કામ કર્યું હતું. તાજેતરમાં Ray Stevenson ઐતિહાસિક ડ્રામા ફિલ્મ '1242: ગેટવે ટૂ ધ વેસ્ટ'માં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ડિઝની પ્લસ હોટસ્ટારની સીરિઝ Ahsoka માં જોવા મળવાના હતા.
કેવી રીતે શરૂ થઈ હતી ફિલ્મી સફર?
અભિનેતા Ray Stevenson નો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તર આયરલેન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં તેમના કરિયરની શરૂઆત કરી હતી. પછી તેઓએ યુરોપિયન ટીવી સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું. તેમને પ્રથમ મોટી હિટ 1998માં આવેલી ફિલ્મ 'ધ થિયરી ઓફ ફ્લાઇટ'થી મળી હતી. ત્યારબાદ તેઓ 'કિંગ આર્થર' (2004), 'પનિશરઃ વોર ઝોન' (2008), 'ધ બુક ઓફ એલી' (2010) જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
Bridgerton અભિનેત્રી સાથે લગ્ન કર્યા
1997 માં Ray Stevenson એ અંગ્રેજી અભિનેત્રી રૂથ ગમેલ સાથે લગ્ન કર્યા. રૂથ તેના નેટફ્લિક્સ શો બ્રિજરટન માટે જાણીતી છે. રૂથ અને રેની મુલાકાત ફિલ્મ 'બેન્ડ ઓફ ગોલ્ડ'ના સેટ પર થઈ હતી. બાદમાં ફિલ્મ 'પીક પ્રેક્ટિસ'માં તેઓએ પરિણીત યુગલની ભૂમિકા ભજવી હતી. આ લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યા. વર્ષ 2005માં આ કપલના છૂટાછેડા થઈ ગયા હતા.
ફિલ્મોની સાથે Ray Stevenson એ ટીવી અને થિયેટરમાં પણ કામ કર્યું હતું. તેઓ ટીવી સીરિઝ 'વાઇકિંગ્સ' અને 'સ્ટાર વોર્સ'માં જોવા મળ્યા હતા. આ સિવાય તેઓ 'મેડિકી', 'મર્ફીઝ લો', 'રોમ', 'ડેક્સ્ટર' અને 'ક્રોસિંગ લાઇન્સ'માં પણ જોવા મળ્યી હતી. અહેવાલો અનુસાર, અભિનેતા મૃત્યુ પહેલા ઇટાલીમાં Cassino in Ischia ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.