શોધખોળ કરો

ત્રણ દિવસમાં જ RRRની 500 કરોડની કમાણી, રાજામૌલીની ફિલ્મે તોડ્યા અનેક રેકોર્ડ

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકેન્ડ પર આ ફિલ્મે કમાણીના મામલે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની પહેલા આવેલી ધ કાશ્મીર ફાઈલ્સને બહુ પાછળ છોડી દીધી છે.

RRR Box Office Collection Day 3: એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકેન્ડ પર આ ફિલ્મે કમાણીના મામલે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની પહેલા આવેલી ધ કાશ્મીર ફાઈલ્સને બહુ પાછળ છોડી દીધી છે.

બોક્સ ઓફિસ પર RRRનો જલવો યથાવત
 
લોકોને રામ ચરણ અને જુનિયાર એનટીઆરની જોડી ખુબ પસંદ આવી રહી છે. રવિવારે પણ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે વિકેન્ડ પર આ ફિલ્મે 31.50 કરોડની કમાણી કરી છે. કોરોનાકાળમાં જેટલી પણ ફિલ્મો રિલીઝ થઈ છે તેમા RRR સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. રિલીઝ સમયે સૂર્યવંશીએ રવિવારે 26.94 કરોડ રૂપિયા કમાયા હતા. જ્યારે 83એ 17.41 કરોડ રૂપિયા, ગંગુબાઈએ 15.30 કરોડ અને ધ કાશ્મીર ફાઈલ્સે 15.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેથી રવિવારે કલેક્શનનના મામલે આ ફિલ્મે અન્ય ફિલ્મોને પાછળ છોડી નવો રેકોર્ડ બનાવી દીધો છે.

RRRએ પહેલા અને બીજા દિવસ કરતા ત્રીજા દિવસે વધુ કમાણી કરી છે. પહેલા વિકેન્ડમાં જ RRR બેંચમાર્ક સેટ કરવા તૈયાર છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર 200નું વર્લ્ડ વાઈલ્ડ કલેક્શન કર્યુ હતું. હવે કમાણીના મામલે વિકેન્ડ પર RRR 500 કરોડનો બેંચમાર્ક સેટ કરવા જઈ રહી છે. જો કે આ ફિલ્મ કમાણીના મામલે આગામી દિવસમાં પણ અનેક રેકોર્ડ તોડી શકે છે.

RRRમાં પતિ રામચરણનું કામ જોઈને ખુશ થઈ ગયેલી પત્નિ ઉપાસનાએ શું કર્યું ? 

બોલિવૂડની ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ'ને ટક્કર આપતી સાઉથની ફિલ્મ 'RRR'એ ધૂમ મચાવી છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. જુનિયર એનટીઆર અને રામ ચરણની જોડીને થિયેટરોમાં સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. લોકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. સિનેમા હોલમાં ફેન્સ ખુબ જ આનંદિત છે, રામચરણની પત્ની ઉપાસના કામીનેની પણ થિયેટરમાં પહોંચીને ચાહકો સાથે રામચરણની સફળતાની ઉજવણી કરતી જોવા મળી હતી. આજે રામ ચરણનો જન્મદિવસ છે અને તેના માટે આનાથી વધુ સારી ભેટ બીજી કઈ હોય. ઉપાસનાનો ખુશી વ્યક્ત કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ફિલ્મ RRR રિલીઝ થયા બાદ રામ ચરણ તેની પત્ની ઉપાસના કામીનેની સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયા હતા. આ શાનદાર ફિલ્મમાં કામ કરીને રામચરણે પોતાના ચાહકોને એક મોટી ભેટ આપી દીધી હતી. બાદમાં તેણે પત્ની ઉપાસના કામીનેની સાથે થિયેટરમાં પહોંચીને ચાહકોને વધુ ખુશ કર્યા. રામ ચરણ થિયેટરમાં પહોંચતા જ ચાહકોએ તાળીઓ અને સીટીઓ વડે તેમનું સ્વાગત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget