શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ સ્ટારે દેખાડ્યો દેશપ્રેમ, ‘ભારત વિરોધી’ ઓર્ગેનાઈઝરનો અમેરિકાનો લાઈવ શો કર્યો રદ્દ
સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે સંગીત સમારોહનું આયોજન કરતો રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં 400થી વધારે શોની યજમાની કરી છે.
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ તો દુનિયાભરમાં છે. છેલ્લે સોનાક્ષી સિંહા સાથે ‘દબંગ 3’માં તે સિલ્વર સ્ક્રીન પર દેખાયો હતો. હાલમાં તે ટીવી શો ‘બિગ બૉસ 13’ને હોસ્ટ કરી રહ્યો છે. તેના ફેન્સ તેને ફક્ટ ફિલ્મ સ્ક્રીન અને ટીવી પર જ નહીં પરંતુ તેના સ્ટેજ શોઝ જોવા માટે પર આતુર રહે છે.
હવે અહેવાલ મળી રહ્યા છે કે, સલમાન ખાને અમેરિકાના હ્યુ્સ્ટનમાં થનારો એક શો કેન્સલ કરી દીધો છે. આ શો પાકિસ્તાની ઈવેન્ટ ઑર્ગેનાઈઝર રેહાન સિદ્દીકીએ આયોજિત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર રેહાન પર યુએસમાં ભારત વિરોધી ગતિવિધિઓ માટે ફંડ મેળવવાનો આરોપ છે.
સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે સંગીત સમારોહનું આયોજન કરતો રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં 400થી વધારે શોની યજમાની કરી છે. સૈફ અલી ખાન, મીકા સિંહ, પંકજ ઉધાસ તથા રેપર બાદશાહ પણ સિદ્દીકીના કાર્યક્રમનો ભાગ રહી ચુક્યા છે.
રેહાન સિદ્ધીકીના આ કાર્યક્રમને લઈને પણ સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સિદ્ધીકી વર્તમાનમાં હ્યૂસ્ટનમાં સીએએ વિરોધી પ્રદર્શન આયોજીત કરવાની યોજના બનાવીએ રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ‘કિક 2’, ‘રાધે’ અને ‘કભી ઈદ કભી દિવાલી’ જેવા પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો માટે ફેન્સમાં ખૂબ જ આતુરતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement