શોધખોળ કરો
સલમાને શર્ટ ઉતારી બતાવ્યા 6 પેક એબ્સ, વાયરલ થઈ રહી છે તસવીર
50 વર્ષને પાર કરી ચુકેલા સલમાને ફરી એકવખત તેની જબરદસ્ત ફિટનેસ અને મસલ્સ દેખાડીને બધાને ચોંકાવી દીધા છે

મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ભારતની સફળતા બાદ હિટ ફ્રેન્ચાઇઝી દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે સોનાક્ષી સિન્હા નજરે પડશે. સલમાન હાલ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તે અંગત જીવન ઉપરાંત જિમ સેશનની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે. 50 વર્ષને પાર કરી ચુકેલા સલમાને ફરી એકવખત તેની જબરદસ્ત ફિટનેસ અને મસલ્સ દેખાડીને બધાને ચોંકાવી દીધા છે. સલમાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની શર્ટલેસ તસવીર અપલોડ કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં સલમાનના 6 પેક એબ્સ સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. તસવીરના કેપ્શનમાં સલમાન લખ્યું, કામ પ્રગતિ પર છે. સલમાનની આ તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે અને શેર તથા લાઇક કરી રહ્યા છે. એક યૂઝર્સે કમેન્ટમાં લખ્યું, “ભાઈ એક નંબર. તમારા જેવી બોડી કોઈ ન બનાવી શકે.” જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, માર્કેટમાં આગ લગાવી દીધી ભાઈ. ભાઈજાન બોક્સ ઓફિસના સુલતાન.”
વધુ વાંચો





















