શોધખોળ કરો
લૉન્ચ ઇવેન્ટમાં ગુસ્સે થયેલા સલમાન ખાને કોને બધાની વચ્ચે તતડાવી નાંખ્યો, જાણો વિગતે
ખરેખર, આ ઘટના ટીવીના પૉપ્યૂલર રિયાલિટી શૉ બિગ બૉસ 13ની લૉન્ચ ઇવેન્ટમાં બની હતી, આ દરમિયાન એક ગ્રાન્ડ ઇવેન્ટ રાખવામાં આવી હતી

મુંબઇઃ બૉલીવુડનો દિગ્ગજ એક્ટર સલમાન ખાનનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક ફોટોગ્રાફરને તતડાવી રહ્યો છે. ખરેખર, આ ઘટના ટીવીના પૉપ્યૂલર રિયાલિટી શૉ બિગ બૉસ 13ની લૉન્ચ ઇવેન્ટમાં બની હતી, આ દરમિયાન એક ગ્રાન્ડ ઇવેન્ટ રાખવામાં આવી હતી. લૉન્ચ ઇવેન્ટ દરમિયાન બિગ બૉસના સ્ટેજની ઉપર અને આજુબાજુ ખુબ ભીડ થઇ ગઇ હતી. અહીં એક ફોટોગ્રાફર સલમાન ખાનના ફોટા ખેંચી રહ્યો હતો, તે વારંવાર સલમાનની તસવીરો ખેંચવાથી સલમાન ગુસ્સે થઇ ગયો અને ફોટોગ્રાફર બગડ્યો હતો. વીડિયોમાં સાંભળી શકાય છે કે, ગુસ્સે થયેલા સલમાને ફોટોગ્રાફરને તતડાવી નાંખ્યો, સલમાન બોલ્યો- શું ભાઇ... આ હંમેશા તારુ જ હોય છે... બાકી કોઇનુ નથી હોતુ... તમે કેટલા બધા લોકો છો આરામથી લો ને તસવીરો....., આ બાદ સલમાન કહે છે કે તારે જો વધારે મુશ્કેલી થતી હોય તો મને બેન જ કરી દે ને..... જુઓ વીડિયો
Le le bhai le le #SalmanKhan BHAIJAAN got angry on the people taking too much pictures. Bhai should banned phone and camera at#BiggBoss13 pic.twitter.com/OD57Qr3aXg
— Salman Abdi #Dabangg3 (@SalmanAabdi) September 23, 2019
વધુ વાંચો





















