શોધખોળ કરો
સલમાન ખાન આગામી ફિલ્મમાં એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના સાથે રોમાંસ કરતો જોવા મળશે

દિલ્લી:દબંગ ખાન સલમાનની આવનારી નવી ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે.યશરાજ ફિલ્મએ ટ્વીટ કરી તેની આગામી ફિલ્મની જાણકારી આપી હતી. સલમાન ખાનની આગામી ફિલ્મનું નામ“ટાઈગર જિંદા હૈ” હશે.આ ફિલ્મ સલમાનની બ્લોકબસ્ટર ફિલ્મ “એક થા ટાઈગર”ની સિક્વલ હશે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ હશે.ફિલ્મનું ડાયરેકશન અલી અબ્બાસ જફર કરશે. સલમાની સુપરહિટ ફિલ્મ “સુલતાન”નું ડાયરેક્શન પણ તેમણે કર્યું હતું. યશરાજ બેનર હેઠળ બનતી આ ફિલ્મ “ટાઈગર જિંદા હૈ” ક્રિસમસ પર 2017માં રિલીઝ થશે.
વધુ વાંચો




















