શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફ્સાનું કેન્સર, કોમલ નાહટાએ ટ્વીટ કરીને કર્યો દાવો
ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ સંજય દત્તને લઈને ટ્વિટ કર્યુ છે અને જેમાં તેમને ફેફસાનું કેન્સર હોવાની માહિતી આપી છે.
મુંબઈઃ તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે આવેલા ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે સારવાર અર્થે તેમને અમેરિકા લઇ જવામાં આવી શકે છે. નોંધનીય છે આ પહેલા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલા સંજય દત્તે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ થોડા સમય માટે ફિલ્મમાંથી બ્રેક લેવા માગે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેઓ ઘરે આરામ કરવા માગતા હતા. જો કે ત્યાર બાદ તેમને કેન્સર હોવાની વાત સામે આવતા તેમના ફેન્સમાં ચિંતાનો માહોલ થવાઈ ગયો હતો. બધા ફેન્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ સંજય દત્તને લઈને ટ્વિટ કર્યુ છે અને જેમાં તેમને ફેફસાનું કેન્સર હોવાની માહિતી આપી છે. જ્યારે બીજી બાજુ ફિલ્મફેર અને KRK દ્વારા પણ આ વિશે ટ્વિટ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રવિવારે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જતી વખતે તે હાથ હલાવીને લોકોનો આભાર માનતા નજરે પડ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઠમી ઓગસ્ટે હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમને આઈસીયુમાં ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમનું ફુલ બોડી ચેકઅપ થયું હતું. આરટી પીસીઆર માટે સ્વેબ ટેસ્ટ પણ લેવામાં આવ્યો. તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો. અભિનેતા સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સમાચાર આવતા જ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. એવામાં સંજય દત્તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા દ્વારા મેસેજ શેર કરી તેઓએ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો.Not the new dreaded ‘C’ (Coronavirus), it’s the other dreaded ‘C’, Cancer, that Sanjay Dutt has been diagnosed with. While praying for his speedy recovery, you might want to know more details. Click the link below for my podcast. ????️???????? https://t.co/tX5UKbcKbi #SanjayDutt pic.twitter.com/b7HkECcV7t
— Komal Nahta (@KomalNahta) August 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion