શોધખોળ કરો
સંજય દત્તની ભાણીએ બોયફ્રેન્ડ આદિત્ય સાથે કર્યાં લગ્ન, સંજય દત્તની સાથે કોણ-કોણ જોવા મળ્યું? જાણો વિગત
સંજય દત્ત અને તેના પરિવારે ભાણી સીયા કુમાર સાથે પોઝ આપ્યો હતો. સીયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય સાથે ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તથા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા કુમાર ગૌરવની પુત્રી તથા સંજય દત્તની ભાણી સીયા કુમારે શનિવારે એટલે કે 21 ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. સીયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય સાથે ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તથા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. સંજય દત્ત અને તેના પરિવારે ભાણી સીયા કુમાર સાથે પોઝ આપ્યો હતો. અન્ય એક તસવીરમાં સંજય દત્તની પત્ની માન્યતા પુત્રી ઈકરા સાથે નમ્રતા દત્ત, કુમાર ગૌરવ તથા નવપરિણીત યુગલ સાથે જોવા મળ્યાં હતાં. સીયા તથા આદિત્યે પિંક રંગના આઉટફિટ પહેર્યાં હતાં.
સીયા લહેંગા-ચોલીમાં તો આદિત્ય નેરો પેન્ટ્સ, કુર્તા તથા નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો. સીયાની માતા નમ્રતા તથા બહેન સાંચી ક્રિમ રંગના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.
સ્વ. રાજેન્દ્ર કુમારનો પુત્ર કુમાર ગૌરવ છે. તેણે 1981માં ફિલ્મ ‘લવ સ્ટોરી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યાર બાદ કુમારે ‘નામ’, ‘તિસરી કસમ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.
સીયા લહેંગા-ચોલીમાં તો આદિત્ય નેરો પેન્ટ્સ, કુર્તા તથા નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો. સીયાની માતા નમ્રતા તથા બહેન સાંચી ક્રિમ રંગના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.
સ્વ. રાજેન્દ્ર કુમારનો પુત્ર કુમાર ગૌરવ છે. તેણે 1981માં ફિલ્મ ‘લવ સ્ટોરી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યાર બાદ કુમારે ‘નામ’, ‘તિસરી કસમ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જોકે, તે સફળ અભિનેતા બની શક્યો નહીં. કુમાર ગૌરવે સુનીલ દત્તની પુત્રી નમ્રતા સાથે લગ્ન કર્યાં છે. તેમને બે પુત્રીઓ છે. મોટી દીકરી સાંચીએ બોલિવૂડ ડિરેક્ટર કમાલ અમરોહીના દીકરા બિલાલ સાથે લગ્ન કર્યાં છે.View this post on InstagramToday Kumar Gaurav’s daughter Siya got married #sanjaydutt #kumargaurav
વધુ વાંચો




















