સારાએ જણાવ્યું કે, તેને હંમેશા અભ્યાસમાં રૂચી રહી છે, આજે પણ અભ્યાસ કરવાનું પસંદ કરે છે અને લગભગ દરેક વિષયનું અધ્યયન કરી ચૂકી છે. તે કોલંબિયા જેવી યૂનિવર્સિટી અને ન્યૂયોર્ક જેવા એક શહેરમાં તેનો આનંદ લઈ ચૂકી છે. સારા કહે છે કે, અભિનય હંમેશાથી એક સપનું રહ્યું છે, તેમ છતાં તેનાથી દૂર રહી. પહેલી વાત તો હું જાડી હતી અને બીજી વાત કે મને અભ્યાસ કરવામાં રસ હતો અને એનો મતલબ હતો કે મારે અભિનય ન કરવો જોઈએ. માટે હું અભ્યાસ કરવા માગતી હતી અને એક સમય હતો જ્યારે મારી માતા મારા પુસ્તકો લઈ લેદી હતી અને કહેતી હતી કે આટલો બધો અભ્યાસ કરવો યોગ્ય નથી.
2/3
નવી દિલ્હીઃ ફિલ્મ ‘સિમ્બા’ની સફળતાની ઉજવણી મનાવી રહેલ સારા અલી ખાન હાલમાં નવા પ્રોજેક્ટના સિલેક્શનમાં વ્યસ્ત છે. પરંતુ તેની સુશાંત સિંહ રાજપૂત સાથે અફેરની ચર્ચા પર ચાલી રહી છે. સારા અલી ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે એક વખત રિલેશનમાં રહી ચૂકી છે. તેના બોયફ્રેન્ડનું નામ વીર પહારિયા છે. સારા અલી ખાન વિતેલા દિવસોમાં કાર્તિક આર્યન માટે પોતાના ક્રશ વિશે જાહેરમાં સ્વીકાર કરી ચૂકી છે.
3/3
સારા અલી ખાને જણાવ્યું કે, વીર સાથે ડેટ દરમિયાન તેું દિલ ન તૂટ્યું. બસ આ સંબંધ વધુ આગળ ચાલી ન શક્યો. બોલિવૂડ લાઈફ અહેવાલ અનુસાર વીર પહારિયા મંત્રી સુશીલ કુમાર શિંદાના પૌત્ર છે. વીરના ભાઈની સાથે જાહ્નવી કપૂરના રિલેશનના અહેવાલ વિતેલા દિવસોમાં ચર્ચામાં હતા. આમ તો સારા અલી ખાને ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના એક લીડરશિપ લેક્ચર સીરીઝમાં પોતાના અભ્યાસના દિવસોની ચર્ચા કરતા કારકિર્દી વિશે જણાવ્યું.