હું દુષ્કર્મ જેવા ગુનાને સાચી કહી રહી નથી. મારું કહેવાનું એટલું જ છે કે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર જ કેમ આંગળી ઉઠાવે છે. શું આ બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહાર બીજી ઓફિસમાં નથી થતું. સરોજ ખાને કહ્યું કે કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. આ તો બાબા આદમ એટલે કે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે.
2/6
સરોજ ખાને કહ્યું કે દરેક છોકરીની ઉપર કોઇને કોઇ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. સરકારના લોકો પણ કરે છે પછી લોકો ફિલ્મ જગતની પાછળ કેમ પડ્યાં છે. ફિલ્મ જગત કમ સે કમ રોટી તો આપે છે. દુષ્કર્મ કરીને છોડી તો નથી દેતાને. આ છોકરી ઉપર છે કે તે શું ઇચ્છે છે.
3/6
આપને જણાવી દઇએ કે સરોજ ખાન મોટાભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓને કઠેડામાં ઉભી કરી દીધી છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થવા માટે આખરે છોકરીઓ જ દોષિત છે, કારણ કે કોઇપણ પરિસ્થિતિમાં તેણે આમ થવા દીધું.
4/6
મુંબઈઃ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને એક નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. કાસ્ટિંગ કાઉચને લઈને એક લવાલ પર તેણે કહ્યું હતું કે, આ બધુ દો બાબા આદમના જમાનથી ચાલી આવી રહ્યું છે. દરેક યુવતી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે તેણે પોતાના નિવેદન પર માફી માગી લીધી હતી.
5/6
સરોજ ખાને ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ અને દુષ્કર્મ અંગે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જો દુષ્કર્મ કે કાસ્ટિંગ કાઉચ હોય છે તો કામ પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને છોડી મુકવામાં નથી આવતા, પરંતુ તેને કામ આપવામાં આવે છે.
6/6
પોતાના વિવાદસ્પદ નિવદેન અંગે સરોજ ખાને કહ્યું કે મેં શું ખોટું કહ્યું છે, જે સત્ય છે તે જ કહ્યું છે. મારી કહેલી વાતને લોકો ખોટી કહી રહ્યા છે તો શું કરી શકાય. મેં તો એટલું જ કહ્યું છે કે દરેક બિઝનેસમાં કાસ્ટિંગ કાઉચ હોય છે. હવે આ તો પોતાની ઉપર છે કે આપણે શું કરવા માંગીએ છીએ, શું નહીં.