શોધખોળ કરો
Advertisement
કંગના રનૌત અને તેની બહેન રંગોલી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ, જાણો શું છે મામલો
મહોમ્મદ સાહિર અશરફ અલી સૈય્ય નામની વ્યક્તિએ કંગના વિરૂદ્ધ મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે, કંગના રનૌત પોતાના ટ્વીટ દ્વારા બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરી રહી છે.
મુંબઈ: પોતોના વિવાદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી કંગના રનૌતને બિનજરૂરી નિવેદનબાજી કરવું ભારે પડ્યું છે. સાંપ્રદાયિક નફરત ફેલાઈ એ રીતે નિવેદનબાજી કરવાને લઈ કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈ પોલીસ અને તેમની બહેન રંગોલી વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આગામી બે ત્રણ દિવસમાં આ બન્નેને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે. એવામાં કંગના અને તેની બહેનની મુશ્કેલી વધતી નજર આવી રહી છે.
શું છે આરોપ
કોર્ટમાં કંગના વિરુદ્ધ કેસ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. મહોમ્મદ સાહિર અશરફ અલી સૈય્ય નામની વ્યક્તિએ કંગના વિરૂદ્ધ મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે, કંગના રનૌત પોતાના ટ્વીટ દ્વારા બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમનું કહેવું છે કે, કંગની બન્ને સમુદાયોની વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં કંગના પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપાવનો આરોપ છે જેના કારણે બાંદ્રા કોર્ટમાં કંગના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા છે.
છેલ્લા 15 વર્ષથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડાયરેક્ટરનું કામ કરી રહેલા સોહેલ સૈયદે કોર્ટમાં કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી કરી હતી. સોહેલે કંગના પર આરોપ લગાવ્યો કે કંગનાના કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાત-પાત શરુ થઈ ગઈ છે. 15 વર્ષ પહેલા આવી સ્થિતિ નહોતી. કંગના જે આરોપ લગાવે છે તેનો તેની પાસે કોઈ તથ્ય હોતું નથી.
કંગના પર થયેલી ફરિયાદ પર શિવસેના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આફતા કહ્યું કે, જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેને સજા મળશે.
જણાવીએ કે, કંગની રનૌત મોટેભાગે પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. પોતાના ટ્વીટને કારણે કંગના વિવાદોમાં પણ રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંકમાં જ આવનારી ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક ફિલ્મ છે જેમાં કંગના તેની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion