હોસ્પિટલમાં એડમિટ થવાને લઈને શબાના આઝમીએ કહ્યું કે, ‘મને મુશ્કેલીથી સમય મળ્યો છે. હોસ્પિટલમાં એડમિટ થવું એ મારા માટે બ્રેક લેવા જેવું છે. હું હોસ્પિટલમાં એડમિટ છું અને મારું સ્વાસ્થ્ય ઝડપથી સુધારા પર છે.’ શબાના આઝમી જાણીતા શાયર કૈફી આઝમીની દીકરી છે. તેના પતિ જાવેદ અખ્તર પણ જાણીતા શાયર છે.
2/2
મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયું છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસના રૂટીન ચેકઅપ દરમિયાન થયો. અહેવાલ અનુસાર, શબાના શરદી થયા બાદ પોતાના ચેકઅપ માટે ગઈ હતી. ત્યાં તેને સ્વાઈન ફ્લૂ થવાની વાત જાણવા મળી. તેણે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી છે.