શોધખોળ કરો
શરમન જોશીના પિતા અને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું નિધન
અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.

ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અરવિંદ જોશીનું નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન જોશીના પિતા છે. આજે વહેલી સવારે 3 કલાકે મુંબઈની જુહુ સ્થિતિ નાણાવટી હોસ્પિટલમાંતેમનું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને ઉંમર સંબંધિત બીમારીથી પીડિતા હાત. અભિનેતા અને અરવિંદ જોશીના વેવાઈ પ્રેમ ચોપરાએ એબીપી ન્યૂઝ સાથે તેમના મોતની પુષ્ટિ કરી છે. તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે. અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ. અરવંદ જોશીએ અનેક હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમની ઓળખ ગુજરાતી નાટકોમાં અભિનય કરવા અને ગુજરાતી નાટકોના ડીરેક્ટર તરીકે વધારે હતી. હિંદી ફિલ્મોની વાત કરીએ તો અરવિંદ જોશીએ ‘ઇત્તેફાક’, ‘ શોલે’, ‘ખરીદાર’, ‘ઠીકાના’ અને ‘નામ’ જેવી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે નાની નાની ભૂમિકાઓ કરી હતી. તેમણે અનેક હિંદી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. અકલિંજ જોશીના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત શ્મશાન ભૂમિમાં હિંદૂ રીતિ રિવાજ અનુસાર સવારે 11થી 12 કલાકની વચ્ચે કરવામાં આવશે. તેઓ તેમની પાછળ પત્ની, દીકરા શરમન જોશી અને દીકરી માનસી જોશીને છોડીને ગયા છે. માનસી પણ ટેલીવિઝનમાં એક્ટિંગની દુનિયાનું એક જાણીતું નામ છે અને તે એક્ટર રોહિત રોયની પત્ની છે.
વધુ વાંચો





















