શોધખોળ કરો
કઇ હૉટ અભિનેત્રીને આજે પણ છે કોલેજ છોડવાનો અફસોસ, ફેન્સને શું આપી રહી છે સલાહ....
શ્રદ્ધા કપૂર રવિવારે ધ કપિલ શર્મા શોના એપિસોડમાં ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. બોસ્ટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલી શ્રદ્ધાએ પોતાની કોલેજ લાઈફ વિશે વાત કરી હતી.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળશે. શ્રદ્ધા કપૂર રવિવારે ધ કપિલ શર્મા શોના એપિસોડમાં ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. બોસ્ટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલી શ્રદ્ધાએ પોતાની કોલેજ લાઈફ વિશે વાત કરી હતી.
શ્રદ્ધા કપૂર જણાવ્યું તેનો પહેલા પ્લાન હતો કે અભ્યાસ અને કોલેજ ખત્મ કરીશ, પછી એક્ટિંગમાં આવીશ. પરંતુ બધુ ઝડપથી થઈ ગયું. શ્રદ્ધાએ કહ્યું હું જ્યારે ભારત પરત ફરી તો મને ઓડિશન્સની ઓફર મળવા લાગી. પછી મને લાગ્યું કે ડ્રોપઆઉટ કરીશ. શ્રદ્ધાએ પોતાના ફેન્સને સલાહ આપી કે ગ્લેમર માટે થઈને ક્યારેય અભ્યાસ ન છોડવો જોઈએ.View this post on Instagram
શ્રદ્ધા કપૂરની જેમ સુશાંત સિંહ રાજપૂત પણ કોલેજ ડ્રોપઆઉટ છે. તેણે પોતાનો એન્જીનિયરિંગનો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દિધો હતો.
વધુ વાંચો





















