Shreyas Talpade Heart Attack: શ્રેયસ તલપડે રિકવરી બાદ શેર કર્યો અનુભવ, કહ્યું, આપણને લાગે છે આપણી પાસે સમય છે પરંતુ ....
શ્રેયસે જણાવ્યું કે, તે તેની આગામી ફિલ્મ વેલકમ ટુ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે કહ્યું- અમે આર્મી ટ્રેનિંગ કરી રહ્યા હતા. જેમ કે લટકવું અને પાણીમાં કૂદવું, બધું. છેલ્લો શોટ માર્યા પછી અચાનક મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને મારો ડાબો હાથ દુખવા લાગ્યો.
Shreyas Talpade Heart Attack:બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 મુશ્કેલીભર્યુ રહ્યું. શ્રેયસને 14 ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. શ્રેયસના હાર્ટ એટેકના સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ જ પરેશાન હતા. જો કે હવે શ્રેયસ સ્વસ્થ થઈ રહ્યો છે અને તેણે પોતાના ડરામણા અનુભવ વિશે જણાવ્યું. શ્રેયસે કહ્યું છે કે તેને આ પહેલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શ્રેયસે જણાવ્યું કે, તે ક્લિનીકલી ડેડ થઈ ગયો હતો. શ્રેયસે કહ્યું કે મને ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી. ફેક્ચર થયું હતું તો પણ નહી. મેં આ અનુભવ્યું બાદ કહી શકું કે, કોઇએ પ સ્વાસ્થ્યને ક્યારેય હળવાશથી ન લેવું જોઇએ.. જો જીવન છે, તો વિશ્વ છે. આ પ્રકારનો અનુભવ જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલી નાખે છે. મેં 16 વર્ષની ઉંમરે થિયેટર કરવાનું શરૂ કર્યું અને 20 વર્ષની ઉંમરે પ્રોફેશનલ એક્ટર બની ગયો. હું છેલ્લા 28 વર્ષથી માત્ર મારી કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છું. આપણે આપણા પરિવારને ટેઇકન ફોર ગ્રાન્ટેડ લઇએ છીએ. આપણને લાગે છે કે આપણી પાસે સમય છે,
તે જાદુથી કમ ન હતું
શ્રેયસે આગળ કહ્યું- તે હવે ઘરે આવી ગયો છે. આ કોઇ ર જાદુથી કમ નથી ઓછું ન હતું. હું મારા ડૉક્ટર અને પત્ની દીપ્તિનો આભાર માનું છું. શ્રેયસે કહ્યું- હું છેલ્લા અઢી વર્ષથી નોનસ્ટોપ કામ કરી રહ્યો છું અને મારી ફિલ્મો માટે ટ્રાવેલ કરી રહ્યો છું. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી હું ખૂબ જ થાક અનુભવી રહ્યો હતો. જો કે મેં તેને સામાન્ય ગણીને અવગણના કરી અને હું નોનસ્ટોપ કામ કરતો રહ્યો. આઘટના બાદ સમજાયું કે, હેલ્થના ઇસ્યૂને હળવાશથી ન લેવા જોઇએ.
શ્રેયસે કહ્યું- મેં ECG, 2D ઇકો, સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. મારું કોલેસ્ટ્રોલ ઘણું વધારે હતું અને હું તેના માટે દવાઓ લેતો હતો. મારી પાસે હૃદયની સમસ્યાઓનો પારિવારિક ઇતિહાસ છે. જેના કારણે હું સાવચેતી રાખતો હતો.
શૂટિંગ કરી રહ્યો હતો
શ્રેયસે જણાવ્યું કે, તે તેની આગામી ફિલ્મ વેલકમ ટુ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે કહ્યું- અમે આર્મી ટ્રેનિંગ કરી રહ્યા હતા. જેમ કે લટકવું અને પાણીમાં કૂદવું, બધું. છેલ્લો શોટ માર્યા પછી અચાનક મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને મારો ડાબો હાથ દુખવા લાગ્યો. હું મારી વેનિટી તરફ ગયો અને મારા કપડાં બદલ્યા. મને લાગતું હતું કે એક્શન સિક્વન્સને કારણે સ્નાયુમાં દુખાવો થાય છે. મને ક્યારેય આટલો થાક લાગ્યો ન હતો. ઘરે જવા માટે કારમાં બેસતાની સાથે જ મેં વિચાર્યું કે મારે સીધું હોસ્પિટલ જવું જોઈએ પણ વિચાર્યું કે પહેલા ઘરે જઈશ. મારી પત્ની દીપ્તિએ મને આ હાલતમાં જોયો કે તરત જ 10 મિનિટમાં અમે હોસ્પિટલ જવા રવાના થઈ ગયા. અમે હોસ્પિટલના ગેટ પર પહોંચ્યા પરંતુ પ્રવેશ પર બેરિકેડ હતી જેના કારણે અમારે યુ-ટર્ન લેવો પડ્યો.
હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું
શ્રેયસે કહ્યું- બીજી જ સેકન્ડમાં મારો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને મારા ધબકારા બંધ થઈ ગયા. તે કાર્ડિયાક અરેસ્ટ હતી. મારું હૃદય થોડીવાર માટે ધબકતું બંધ થઈ ગયું. દીપ્તિ, તેના તરફથી, કારના ગેટમાંથી બહાર આવી શકતી ન હતી કારણ કે અમે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, તેથી તે ચાલીને ગેટની બહાર આવી અને લોકોને મદદ માટે બોલાવ્યા. કેટલાક લોકો અમારી મદદ કરવા આવ્યા અને મને અંદર લઈ ગયા. ત્યાર બાદ ડોક્ટરે CPR અને ઈલેક્ટ્રીક શોક આપ્યો અને પછી હું ફરીથી ધબકાર શરૂ થયા