શોધખોળ કરો
Advertisement
છેતરપિંડી મામલામાં આ બોલિવૂડ એક્ટ્રેસે મુરાદાબાદ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું
છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલી ફિલ્મ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા બુધવારે મુરાદાબાદ પહોંચીને પોલીસ સામે નિવેદન નોંધાવ્યુ હતું.
મુંબઇઃ છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલી ફિલ્મ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા બુધવારે મુરાદાબાદ પહોંચીને પોલીસ સામે નિવેદન નોંધાવ્યુ હતું. વાસ્તવમાં આ મામલામાં મુરાદાબાદ પોલીસ સોનાક્ષીની પૂછપરછ માટે મુંબઇ પણ પહોંચી હતી પરંતુ સોનાક્ષી તેમને મળી નહોતી. મુરાદાબાદના પોલીસ સ્ટેશન કટઘર ક્ષેત્રના નિવાસી પ્રમોદ શર્મા ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ નામની ઇવેન્ટ કંપની ચલાવે છે.
પ્રમોદ દિલ્હીની સીરી ફોર્ટ ઓડિટોરિયમમાં એક ઇવેન્ટ માટે ફિલ્મ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાના મેનેજરમા માધ્યમથી એગ્રીમેન્ટ કરી હતી પરંતુ કોઇ કારણોસર કાર્યક્રમ અગાઉ જ સોનાક્ષી સિન્હા તરફથી પરફોર્મ કરવાથી ના પાડી દીધી હતી. પ્રમોદનો દાવો હતો કે આ આયોજન માટે સોનાક્ષીને 37 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી ચૂક્યા હતા. આ પેમેન્ટ ઓનલાઇન પાંચ વખત કર્યું છે. એટલું જ નહી પૈસાનું ટ્રાજેક્શન અલગ અલગ ખાતામાં થયુ છે પરંતુ તેના પૈસા પાછા આપવામાં આવ્યા નથી.
પ્રમોદના આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા બાદ એસએસપીના આદેશ પર સોનાક્ષી સિન્હા વિરુદ્ધ છેતરપિંડીની એફઆઇઆર દાખલ કરી હતી. અનેકવારની સૂચના બાદ પણ સોનાક્ષી સિન્હા તપાસ માટે પોલીસની પાસે પહોંચી નહોતી. પોલીસ સોનાક્ષીનું નિવેદન લેવા માટે મુંબઇ ગઇ હતી પરંતુ સોનાક્ષી ત્યાં મળી નહોતી અને ટીમ પાછી ફરી ગઇ હતી. હવે સોનાક્ષી નિવેદન માટે મુરાદાબાદ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement