શોધખોળ કરો
Indigo એરલાઇન્સમાં આ બોલિવૂડ એક્ટ્રેસ સાથે થયુ કંઈક એવું કે થઈ ગઈ ગુસ્સે, શેર કર્યો Video
સોનાક્ષીએ કહ્યું છે કે, તે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેની બોગને ફ્લાઇટ તરફથી એ રીતે મૂકવામાં આવી કે તે તૂટી ગઇ.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા ઇન્ડિગો એરલાઇન્સ પર બરાબરની રોષે ભરાઇ છે. અભિનેત્રીએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. જે હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ સોનાક્ષીનો સાથ આપી રહ્યા છે. સોનાક્ષીએ કહ્યું છે કે, તે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેની બોગને ફ્લાઇટ તરફથી એ રીતે મૂકવામાં આવી કે તે તૂટી ગઇ.
સોનાક્ષીએ આ માટે એક વીડિયો પર શેયર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે "આજે મેં ઇન્ડિગોથી યાત્રા કરી હતી. મારી આ બેગ યાત્રાની શરૂઆતમાં બિલકુલ ઠીક હતી પણ હવે આ બેગ જેનું નંબર 1 હેન્ડલ તૂટી ગયું છે, હેન્ડલ 2 પણ તૂટી ગયું છે અને પૈડા પણ ગાયબ છે, થેક્યૂ ઇન્ડિગો અને સોરી સૈમસોનાઇટ કારણ કે તમે ઇન્ડિગોથી ના બચી શક્યા!" જો કે સોનાક્ષીનો આ વીડિયો વાયરલ થતા ઇન્ડિગોએ પણ તેની માફી માંગી છે. સાથે જ તેને કેવી રીતે કોન્ટેક્ટ કરવો તે અંગે પણ પુછ્યું હતું.
જો કે બીજી તરફ સોનાક્ષીના આ વીડિયોનો યુઝર્સે પણ સપોર્ટ કર્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ બેગ સોનાક્ષીની હતી માટે કંપનીએ રિપ્લાય કર્યો. પણ જો કોઇ સામાન્ય માણસનું હોત તો કંપની રિપ્લાય પણ નથી કરતી.Hi @IndiGo6E, Hulk is 6E, this was not so 6E. You broke the unbreakable.#Indigo pic.twitter.com/8x4lVzBlqH
— Sonakshi Sinha (@sonakshisinha) November 3, 2019
આ પહેલા પણ સોનાક્ષી સિન્હા ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેજોન પરથી 18 હજાર રૂપિયાનું એક હેડફોન ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મળ્યા બાદ જ્યારે બોક્સ ખોલ્યું તો તેમાંથી લોખંડનો જૂનો નળ નીકળ્યો. સોનાક્ષી સિન્હાના પ્રોફેશનલ વર્કની વાત કરીએ તો, તે હાલમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’માં નાના રોલમાં જોવા મળી હતી. આ સિવાય તે સલમાન ખાન સાથે દબંગ 3માં જોવા મળશે. જે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.Sonakshi, thanks for connecting with our team. We are really sorry about the bag and have taken it up with our handling team. We wish you all the best for your future projects and hope to see you soon! ~Siddhi
— IndiGo (@IndiGo6E) November 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement