નોંધનીય છે કે બિઝનેસમેન આનંદ આહુજા અને સોનમ કપૂર એકબીજાને લાંબા સમયથી ડેટ કરતાં હતાં. ઓફિશિયલ જાહેરાત પહેલા પણ તેઓ જાહેરમાં અનેકવાર એકબીજા સાથે શોપિંગ તેમજ રેસ્ટોરન્ટમાં ક્લિક થયાં હતાં. બી ટાઉનમાં આ બન્નેની રિલેશનશીપ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને અંતે આ ચર્ચાઓ સાચી સાબિત થઇ હતી.
2/7
નોંધનીય છે કે સોનમના લગ્નની શરૂઆત સાત મેના રોજ મહેંદી સેરેમનીથી યોજાશે. 8 મેના રોજ બપોરે સોનમ અને આનંદના લગ્ન થશે. આ સેરેમનિમાં શીખ ટ્રેડિશનને ફોલો કરવામાં આવશે. 8 મેની સાંજે રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં બોલિવુડની અનેક સેલેબ્સ જોવા મળશે.
3/7
સોનમે જણાવ્યું હતું કે, પોતાનું લગ્નજીવન સારું બનાવવા માટે દરેક કપલને આવા નિયમ બનાવવા જોઈએ. આ સિવાય પણ ઘણાં નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. જો આવા નિયમોનું પાલન કરીશું તો લગ્ન જીવન સારું પસાર થશે.
4/7
સોનમ કપૂરે જણાવ્યું હતું કે, અમે બન્નેએ કેટલાંક નિયમો બનાવ્યાં છે. સોનમે કહ્યું હતું કે, હું સૂતાં પહેલા બેડરૂમમાં મારો ફોન નહીં લઈ જઈ શકું. મારે સૂતાં પહેલાં ફોન બાથરૂમમાં અથવા બીજા રૂમમાં ચાર્જિંગ માટે મૂકવાનો રહેશે.
5/7
જોકે, એક જાણકારી અનુસાર સોનમના ભાવિ પતિ આનંદ આહુજાને સોશિયલ મીડિયાની લત નથી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતાં સોનમ કપૂરે પતિ વિશે રસપ્રદ વાતો કરી હતી.
6/7
દરેક ફેન્સને ખબર છે કે સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એવો કોઈ દિવસ નહીં પસાર થયો હોય જ્યારે સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ શેર ન કરી હોય. લગ્નની વ્યસ્તતાને કારણે પણ અનિલ કપૂરની લાડલી અપડેટ્સ શેર કરતી હોય છે.
7/7
મુંબઈ: અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજા 8 મેના રોજ લગ્ન ગ્રંથીથી જોડાશે. જેની આહૂજા પરિવાર અને કપૂર પરિવાર તડામાર તૈયારીઓમાં લાગી ગયો છે. જ્યારે અત્યારથી સોનમ કપૂરના ઘરે મહેમાનો અને નજીકના મિત્રો આવી પહોંચ્યા છે.