સોનૂ નિગમના પાકિસ્તાનમાં જન્મ થયો હોત...વાળા નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
2/4
મુંબઈઃ ગાયક સોનૂ નિગમે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ આપવની રીત પર સવાલ ઉઠાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ચેનલ સાથે વાતચીતમાં તેણે કહ્યું કે, ગીત ગાવા બદલ મ્યૂઝિક કંપનીઓને રૂપિયા આપવા પડે છે. જ્યારે અન્ય દેશમાં એવું નથી. જો પાકિસ્તાનમાં જન્મ્યો હોત તો અહીં કામની ઓફર તો મળતી હોત. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકઓ તો સોનૂ નિગમને દેશ છોડવાની સલાહ પણ આપી દીધી.
3/4
સોનૂ નિગમે કહ્યું કે, “ક્યારેક ક્યારેક લાગે છે કે જો હું પાકિસ્તાનથી હોત તો સારું થાત, કેમકે ભારતીય મ્યૂઝિક કંપનીઓ પાકિસ્તાની સિંગર્સ સાથે આવુ નથી કરતી.” તેણે કહ્યું કે, “આતિફ અસલમ મારો સારો મિત્ર છે. અહીં તેને નથી કહેવામાં આવતુ કે શો માટે પૈસા આપ. રાહતને નથી કહેવામાં આવતુ કે આવો, અમારા ત્યાં ગીત ગાઓ અને અમને પૈસા આપો. ભારતમાં આ ધંધો અવળો થઈ ગયો છે.”
4/4
સોનૂ નિગમે વધુમાં જણાવ્યું કે, “આ જ કારણ છે જેથી હવે ફિલ્મોમાં સારા ગીતો નથી બની રહ્યા. નવા ગીતોનાં નામ પર રીમિક્સ પર રીમિક્સ આવી રહ્યા છે, કેમકે પહેલા નિર્દેશક, નિર્માતા અને ગાયક સંગીત બનાવતા હતા, પરંતુ હવે મ્યૂઝિક કંપનીઓ સંગીત બનાવે છે આવામાં સારા ગીતોની આશા કરવી ઘણી મુશ્કેલ છે.”