શોધખોળ કરો
ખેડૂત આંદોલન મુદ્દે સરકાર અને બોલિવૂડ પર સોનૂ સૂદનો વાર, કર્યો કટાક્ષ, શું કર્યું ટવિટ?
ખેડૂત આંદોલનના સમર્થનમાં રિહાના, મિયા ખલીફા સહિત કેટલાક હોલિવૂડ સેલેબ્સે કમેન્ટ કરી હતી. ત્યારબાદ બોલિવૂડના સેલેબ્સે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. આ સ્થિતિમાં બોલિવૂડ સેલેબ્સના બે જૂથ વહેચાઇ ગયા છે. એક જૂથ ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે તો બીજું તેના વિરોધમાં છે. આ સ્થિતિમાં સોની સૂદે કંઇક આવો કટાક્ષ સેલેબ્સ અને સરકાર પર કર્યો છે.

બોલિવૂડ:નવા ત્રણ કૃષિ કાયદા સામે 2 મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બોલિવૂડ, હોલિવૂડ સહિતના સેલેબ્સ આ મુદ્દે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે ત્યારે સોનુ સૂદે આ મુદ્દે ટવિટ કર્યું .છે. સોનૂ સૂદે કર્યું ટવિટ સોનુ સૂદે ટ્વિટમાં લખ્યું છે કે, “જે ખોટું છે, તેને યોગ્ય કહેશો તો ઊંઘ કેવી રીતે આવશે? સોનૂ સૂદે આ કટાક્ષ સરકાર અને કેટલાક સેલેબ્સ પર કર્યો છે.સોનુ સૂદના આ ટવિટ પર સતત યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
યુઝર્સની પ્રતિક્રિયા સોનુ સૂદના ટવિટ પર પ્રતિક્રિયા આપતા યુઝરે કહ્યું.” આપ બિલકુલ સાચું કહો છો” એક યુજરે લખ્યું” સ્પષ્ટ કહો, જે પણ કહો, આપને કોનો ડર” એક યુઝરે લખ્યું, “ સાચુંને સાચું અને ખોટાને ખોટું કહેવામાં શું ડર આપના મોં પર ડબલ વાત નથી શોભતી”गलत को सही कहोगे तो नींद कैसे आएगी?
— sonu sood (@SonuSood) February 4, 2021
You are absolutely right Bro https://t.co/8tbtPDCRi9
— Peace (@Khan68024639) February 4, 2021
વધુ વાંચો





















