સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂના દક્ષિણમાં જ નહીં પણ દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. તેની એક ઝલક પામવા તેના ફેન્સ હંમેશા આતુર રહેતા હોય છે. જ્યારે હાલમાં મહેશ બાબૂની અત્યાર સુધીની સૌથી મોટી ફેન સાથે મુલાકાત થઈ હતી.
2/5
મહેશ બાબૂ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘મહર્ષિ’નું શૂંટિંગ ચાલી રહ્યું છે. આ શૂંટિંગ દરમિયાન તેની મુલાકાત 106 વર્ષના વૃદ્ધ મહિલા પ્રશંસક રેલાંગી સત્યવતી સાથે થઈ હતી. સત્યવતી મોટી ઉંમરના હોવા છતાં મહેશ બાબૂને મળવા માટે હૈદરાબાદથી આવી હતી.
3/5
મહેશે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દાદી રેલાંગી સત્યવતી સાથે કરેલી મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. એક્ટર મહેશને મળતી વખતે વૃદ્ધ મહિલા ઇમોશનલ થઈ ગઈ હતી.
4/5
દાદીનો પ્રેમ જોઈ મહેશ બાબૂએ તસવીર શેર કરતા લખ્યું કે, ઉંમરને નજરઅંદાજ કરીને આ પ્રકારનો પ્રેમ જોવું એક અદભૂત હોય છે. મારી પેઢી સિવાય અન્ય પેઢી પાસેથી આ રીતે પ્રેમ અને સ્નેહ પામીને ઘણું સારું અનુભવી રહ્યો છું.
5/5
તેમણે આગળ લખ્યું કે મારા પ્રશંસકોના પ્રેમ એ મને હંમેશા અભિભૂત કર્યો છે. પરંતુ ખાસ કરીને રાજમંડરીથી મને આશીર્વાદ આપવા આવેલી 106 વર્ષીય દાદી રેલાંગી સત્યવતીની લાગણી મારા હૃદયને સ્પર્શી ગઈ.