ન્યુયોર્કમાં એક ડેટિંગ એપ્લિકેશનના લોન્ચિંગ પ્રસંગે તેણે આ વાત કહી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે, હું એક એવા વ્યક્તિને મારો જીવનસાથી પસંદ કરવા માગું છું. જે મારો આદર કરે, એટલે મારો કહેવાનો એ અર્થ નથી કે તે મારા માટે કોફી બનાવી આપે. પણ તે જિંદગીભર કરેલી મારી મહેનત તે સમજે. આ ઉપરાંત મારા અચિવમેન્ટની ઈજ્જત કરે.
2/4
ઇવેન્ટમાં પ્રિયંકાએ કહ્યું કે, હું એક એવા વ્યક્તિને પ્રેમ કરતી હતી જે મારા પ્રોફેશનલ લાઈફની પણ કદર કરે. એના વિચારો એવા હોવા જોઈએ કે, જો તેનું કામ અગત્યનું છે તો તમારું પણ છે. પોતાના માટે કોઈ જરૂર ચીજ-વસ્તુઓની પસંદગી કરે તો તેના માટે બીજાનો દૃષ્ટિકોણ પણ એટલો મહત્ત્વ ધરાવતો હોય.
3/4
મારા માટે ઇજ્જત અને સંબંદો બન્ને જરૂરી છે. પ્રિયંકાના જણાવ્યા અનુસાર જિંદગીમાં જો બધુ મળી જાય તો જીવન સરળ થઈ જાય છે. તમે દરેક ચીજ-વસ્તુમાં એકબીજાને ક્રેડિટ આપો છો તો સંબંધમાં એક વિશ્વાસ હોવો જોઈએ.
4/4
નવી દિલ્હીઃ વિતેલા દિવસે પ્રિયંકા ચોપરાનું ધામધૂમથી બ્રાઈડલ શોવર થયું. જેમાં પ્રિયંકાએ પોતાની થનારી સાસુ અને ફ્રેન્ડ સાથે ખૂબ મસ્તી કરી. આ પાર્ટીની તસવીર અને વીડિયો ઝડપથી વાયરલ થઈ હ્યો છે. તેમાં પ્રિયંકા ખૂબ ખુશ જોવા મળી રહી છે. હાલમાં જ પ્રિયંકાનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. જેમાં તેણે એ વાતનો ખુલાસો કર્યો કે આખરે શા માટે તેણે નિકસ જોનાસને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કર્યો.