શોધખોળ કરો
Advertisement
લોકેશ રાહુલ સાથે પુત્રી આથિયાના રિલેશન પર સુનીલ શેટ્ટીએ આપી પ્રતિક્રિયા- જો આ સાચું હોય તો.........
આથિયા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર લોકેશ રાહુલ સાથેના કથિત રિલેશનને લઈને ચર્ચામાં છે. જો કે બન્નેએ પોતાના આ રિલેશનને અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર લોકેશ રાહુલ સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે આ કથિત રિલેશનને લઈને સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. તાજેતરમાં જ સુનીલ શેટ્ટીને આથિયા અને રાહુલના એફેર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબજ રસપ્રદ જવાબ આપ્યો હતો.
સુનીલ શેટ્ટી મુંબઈમાં એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, ત્યાં મીડિયા ઈન્ટરેક્શન દરમિયાન લોકેશ રાહુલ અને આથિયાના રિલેશનશિપ અંગેના સવાલ તેમણે કહ્યું, હું રિલેશનશિપમાં નથી. તમારે ખુદ આથિયાને પૂછવું જોઈએ. તેના બાદ તેમને પૂછવામાં આવ્યું કે, જો ખરેખર બન્ને રિલેશનશિપમાં હોય તો શું તમે સ્વિકાર કરશો. તેનો જવાબમાં સુનીલે કહ્યું કે જો બન્ને રિલેશશિપમાં હોવાના અહેવાલ સાચા હોય તો, તમે મને જણાવજો. આપણે સાથે મળીને આ વિશે વાત કરીશું.
વર્કફ્રંટની વાત કરીએ તો, આથિયા છેલ્લે ‘મોતીચૂર ચકનાચૂર’માં નવાજુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. જ્યારે રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝને લઈને વિદેશ પ્રવાસ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement