શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પિતાએ ક્યારેય નહીં અને દીકરાએ પ્રથમ જ ફિલ્મમાં કરી લિપ કિસ, જુઓ વીડિયો
ફિલ્મનાં ગીતને કરણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. ગીતમાં અરિજીતનો અવાજ છે.
નવી દિલ્હીઃ સની દેઓલનો દીકરો કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મને ખુદ સની દેઓલ ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ થયું જેને સારો પ્રતિભાવ મળ્યો છે. આ ગીતમાં કરણનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો છે. ગીતમાં એક કિસિંગ સીન પણ છે જે ખૂબ જ ચર્ચામાં છે.
કરણે કહ્યું કે, પિતાની સાથે કિસિંગ સીન શૂટ કરતા સમયે ખૂબ જ અજીવ લાગી રહ્યું હતું. પેરેન્ટ્સ સામે કિસ કરવામાં કોઈપણ બાળક કમ્ફર્ટેબલ ન હોય અને આ સામાન્ય વાત છે. પરંતુ તેમ છતાં મેં આ સીન કર્યો કારણ કે મને ખબર છે કે આ કિસિંગ સીન ફિલ્મની કહાનીની જરૂરત હતી.
ફિલ્મનાં ગીતને કરણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. ગીતમાં અરિજીતનો અવાજ છે. પહેલી જ ફિલ્મમાં કરણ દેઓલે લિપ લોક સીન આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે. ટીઝર જોતાં જ ખબર પડે કે રોમાંસ સાથે એડવેંચરને લગતી કોઈ સ્ટોરી હશે. છેલ્લા ઘણા સમયથી કરણ દેઓલ પોતાની ફિલ્મને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સની દેઓલે કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion