સની દેઓલનો દીકરો બૉલીવુડમાં કરશે એન્ટ્રી, આ હીરોઇનની દીકરી સાથે આ ફિલ્મમાં દેખાશે, જાણો વિગતે
ટ્રેડ એનાલિસ્ટ કરણ આદર્શે રાજવીર અને પલોમાના ડેબ્યૂની જાણકારી આપી છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યાના દીકરા અવિનાશ એસ બડજાત્યા ડાયરેક્શનની દુનિયામાં પગ મુકવા જઇ રહ્યો છે.
Rajveer Deol Debut: બૉલીવુડ સની દેઓલ (Sunny Deol) પોતાની એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી ચૂક્યો છે. હવે તેના દીકરાઓ પણ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી રહ્યાં છે. સની દેઓલનો મોટો દીકરો કરણ દેએલ (Karan Deol) ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યૂ કરી ચૂક્યો છે. હવે તેનો નાનો દીકરો રાજવીર દેઓલ (Rajveer Deol) પણ એન્ટ્રી કરવા તૈયાર છે. તે રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મથી એન્ટ્રી કરશે. રાજવીરની સાથે આ ફિલ્મમાં પૂન ઢિલ્લોનની દીકરી પલોમા દેખાશે. બન્ને સ્ટાર કિડ સાથે ધમાલ મચાવતા દેખાશે.
ટ્રેડ એનાલિસ્ટ કરણ આદર્શે રાજવીર અને પલોમાના ડેબ્યૂની જાણકારી આપી છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યાના દીકરા અવિનાશ એસ બડજાત્યા ડાયરેક્શનની દુનિયામાં પગ મુકવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી ફાઇનલ નથી થયુ. ફિલ્મનુ શૂટિંગ જુલાઇ 2022 થી શરૂ થવાનુ છે.
SUNNY DEOL'S YOUNGER SON, POONAM DHILLON'S DAUGHTER TO DEBUT IN RAJSHRI'S NEW FILM... #RajshriProductions teams #RajveerDeol [grandson of #Dharmendra, son of #SunnyDeol] and #Paloma [daughter of #PoonamDhillon and producer #AshokThakeria] in their new film, not titled yet. pic.twitter.com/bgFrJBo5id
— taran adarsh (@taran_adarsh) May 20, 2022
આવી હશે ફિલ્મની કહાની -
તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર બતાવ્યુ છે કે આ ફિલ્મ મૉડર્ન રિલેશનશીપ પર આધારિત રહેવાની છે. જે લેવિશ ડેસ્ટિનેશન વેડિંગના અગેન્સ્ટ છે. આ ફિલ્મને સૂરજ બડજાત્યાનો દીકરો અવિનાશ બડજાત્યા ડાયરેક્ટ કરવાનો છે. આ તેની ડેબ્યૂ ફિલ્મ હશે.
અવિનાશે પલોનાના વિશે કહ્યું કે તે મારી ભૂમિકા માટે એકદમ ફિટ બેસે છે. પલોમા અને રાજવીરની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બહુજ શાનદાર છે અને એકબીજાની સાથે બહુ જ સારી લાગે છે. બન્ને પોતાની ભૂમિકામાં એકદમ મેચ થાય છે, રાજવીર અને પલોમાની જોડી સની દેઓલ અને પૂનમ ઢિલ્લોનની સુંદર જોડીન થ્રૉબેક છે.
View this post on Instagram
---
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો