શોધખોળ કરો
Advertisement
પોતાની ડેબ્યૂ ફિલ્મ પહેલા જ સની દેઓલના દીકરાએ બતાવી મસક્યૂલર બૉડી, હાર્ડ એક્સરસાઇઝનો Video વાયરલ
મુંબઇઃ બૉલીવુડ પોતાના ડેબ્યૂ પહેલા ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ દેઓલ ચર્ચામાં આવ્યો છે. આમ તો કરણ દેઓલ પોતાની ડેબ્યૂ ફિલ્મ 'પલ પલ દીલ કે પાસ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. છતાં તેના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કરણ દેઓલ હાર્ડ એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં તે મસક્યૂલર બૉડી બનાવવા ટાયર પર હથોડા મારી રહ્યો છે. કરણ દેઓલના આ વીડિયોને શેર થયાના કલાકોમાં જ હજારો લોકો જોઇ ચૂક્યા છે. આની સાથે કરણ દેઓલની મસક્લૂયર બૉડીના ફેન્સ દીવાના પણ થઇ ગયા છે.
નોંધનીય છે કે, કરણ દેઓલે ખુદ આ વીડિયોને સોશ્યલ મીડિયામાં શેર નથી કર્યો, પણ તેના દાદા એટલે કે ફિલ્મ નિર્માતા ધર્મેન્દ્રએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ કર્યો છે. કરણનો આ વીડિયો દેઓલ પરિવારના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યો છે.
ધર્મેન્દ્રેએ આ વીડિયોને શેર કરતાં લખ્યુ છે કે, 'કરણ બિલકુલ પોતાના પિતાના જેવો જ છે, ભાગવાન તેને આશીર્વાદ આપે, બહુ જ પ્રેમ આપે.... જીવતો રહે, ખુશ રહે..'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion