'પુષ્પા'ની થશે હવે બૉલીવુડમાં એન્ટ્રી, કયા ફિલ્મમેકર સાથે હિન્દી ફિલ્મમાં કામ કરવા કરી મુલાકાત, જાણો વિગતે
રિપોર્ટ છે કે, તાજેતરમાં જ બૉલીવુડના મોટા ફિલ્મ મેકર સંજય લીલા ભણશાળી સાથે સાઉથ સુપરસ્ટારની મુલાકાત થઇ હતી, સંજય લીલા ભણશાળી પણ અલ્લૂ અર્જૂન સાથે કામ કરવા ઉત્સુક છે.
મુંબઇઃ સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂન પોતાની ફિલ્મ પુષ્પા ધ રાઇઝિંગને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મએ કમાણીની તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. અલ્લૂ અર્જૂન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે અને પુષ્પા ફિલ્મની સફળતાના કારણે હવે તેને બૉલીવુડમાં પણ એન્ટ્રી માટે મોકળો રસ્તો મળી ગયો છે. તાજેતરમાં જ એક તસવીરને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે પુષ્પા એક્ટર અલ્લૂ અર્જૂન બહુ જલદી બૉલીવુ઼ડમાં ડેબ્યૂ કરશે.
રિપોર્ટ છે કે, તાજેતરમાં જ બૉલીવુડના મોટા ફિલ્મ મેકર સંજય લીલા ભણશાળી સાથે સાઉથ સુપરસ્ટારની મુલાકાત થઇ હતી, સંજય લીલા ભણશાળી પણ અલ્લૂ અર્જૂન સાથે કામ કરવા ઉત્સુક છે. હાલમાં જ અલ્લૂ અર્જૂનને સંજય લીલા ભણશાલીની ઓફિસ બહાર સ્પૉટ કરવામાં આવ્યો હતો, આ પછી ચર્ચા શરૂ થઇ હતી કે અલ્લૂ અર્જૂનની આ મૂલાકાત હવે બૉલીવુડ ડેબ્યૂમાં ફેરવાઇ જશે. અફવા સાથે રિપોર્ટ મળી રહ્યાં છે કે સંજય લીલા ભણશાળીની સાથે હિન્દી ફિલ્મમાં કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, અલ્લૂ અર્જૂને સાઉથ ફિલ્મ પુષ્પામાં પોતાના અભિનયથી દેશ અને દુનિયાના દર્શકોને આકર્ષ્યા છે. ફિલ્મના ડાયલૉગ અને ગીત દરેક જગ્યાએ ખુબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. જોકે, હવે એવુ પણ સામે આવ્યુ છે કે તેના બીજા ભાગની પણ તૈયારી શરૂ થઇ ગઇ છે.
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર